અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં રૂ. ૧.૦૧ કરોડ ફાળો આપ્યો

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં યુધ્ધના ધોરણે વિરાટ પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ. ૧.૦૧ કરોડનો ફાળો મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી સંદીપ સાગલેના હસ્તે અર્પણ કરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજ સેવા અને આપત્તિના સમયે પણ લોકોને મદદરૂપ થવા સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે. કલેકટરશ્રીએ જણાવ્યું કે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ. ૧.૦૧ કરોડનો ચેક મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં અર્પણ કરીને ટ્રસ્ટની સમાજ સેવા કરવાની પરંપરાને જાળવી રાખવામાં આવી છે.બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ રૂ. ૧.૦૧ કરોડનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો.