કોરોનાના કારણે સ્પેનની રાજકુમારીનું મોત

કોરોના વાયરસનો કહેર થમવાનું નામ નથી લઇ રહ્યો. સતત મોતના આંકડા વધી રહ્યા છે, ત્યારે સ્પેનના શાહી પરિવારમાં 86 વર્ષીય રાજકુમારી મારિયા ટેરેસાનું શનિવારના રોજ કોરોનાના કારણે મોત થયું છે. આ વાતની જાણકારી તેમના ભાઈ પ્રિન્સ સિકસટો એનેરીકે ડી બોરબોને ફેસબુક પર પોસ્ટ મૂકીને આપી હતી. આખી દુનિયામાં કોઈ રોયલ ફેમેલીમાં કોરોના ના કારણે આ પહેલું મોત છે. દેશ-દુનિયામાં ઘણા લોકો આ બીમારીની ઝપટમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે યુરોપીય દેશમાં ઇટલી પછી સ્પેન કોરોનથી સુધી વધુ પ્રભાવિત છે. અત્યાર સુધી સ્પેનમાં 3400થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે
3 દિવસ જ વેન્ટિલેટર પર રહી
સ્પનેના રાજા ફિલિપ-IV ની કાકાની દીકરી અને બૉરબોન પાર્માની પ્રીન્સેસ મારિયા ટોરેસાની શનિવારે કોરોના વાયરસના સંક્રમણને કારણએ મોત થઈ ગઈ છે. 86 વર્ષીય મારિયા ગુરુવારના રોજ કોરોના પોઝીટીવ મળી આી હતી અને માત્ર 3 દિવસથી વેન્ટિલેટર પર હતી. દુનિયાના કોઈપણ શાહી પરિવારમાં કોરોના વાયરસથી આ પ્રથમ મોત છે. મારિયાનો અંતિમ સંસ્કાર આગામી શુક્રવારના રોજ મેડ્રિડમાં કરવામાં આવશે. આ ફેસબુક પોસ્ટ પ્રમાણે મારિયાની મોત પેરિસમાં થઈ છે.
સ્પેનમાં હાલત ખરાબ છે
સ્પેરનમાં કોરોના વાયરસ મહામારીથી છેલ્લા 24 કલાકમાં 844 લોકોના મોત થયા બાદ આ સંક્રમણથી મરનાર લોકોની સંખ્યા વધીને શનિવારના રોજ 5,982 થઈ ગઈ છે. જોકે, સ્પેન સરકારે અધિકારીઓને જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોના થર્ડ સ્ટેજ પાર કરી ચૂક્યુ છે અને જલ્દી જ આ મામલાઓ ઓછા થવાનું શરુ થઈ જશે. સરકારને જણાવ્યુ કે, આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 73 હજારથી વધારે થઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં ઈટલી બાદ સ્પેનમાં કોરોન વાયરસથી સર્વાધિક મોત થઈ છે.
સ્પેનમાં ICU પર વધી રહેલો ભાર ચિંતા
સ્પેનમાં દરરોજ લગભગ 8 હજારથી વધારે મામલાઓ સામે આવી રહ્યા છે, પરંતુ નવા સંક્રમણના મામલા ઓછા થવાના સંકેત જોવા મળી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યુ કે, લાગે છે કે, આ મહામારી પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ છે. મેડ્રિડ સૌથી વધારે ખરાબ પ્રભાવિત ક્ષેત્ર છે. જ્યાં 2,757 લોકોના મોત થઈ ગયા છે અને 21,520 લોકો આ વાયરસના કારણે સંક્રમિત છે. આરોગ્ય મંત્રાલયના આરોગ્ય બાબતોના સંયોજક ફર્નાન્ડો સિમોને જણાવ્યું હતું કે, સંક્રમણના નવા મામલાઓ ઘટાડો થઈ રહ્યો છે, જેથી તેની સંખ્યા કેટલાક પ્રમાણાં ઓછી થઈ રહી છે. તેમણે કહ્યુ કે, તે એ વાતનો સંકેત છે કે, આંકડાઓ પોતાની ચરમસીમા પર પહોંચવાની નજીક છે. જોકે, સિમોને કહ્યુ કે, દેશમાં ICU પર વધી રહેલો ભાર ચિંતાની વાત છે.