દાંતા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કીટ વિતરણ

કોરોનાવાયરસના લીધે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે, હાલમાં શાકભાજી કરિયાણું અને મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ છે હાલમાં ગુજરાતમાં ઘણા એવા ગામો છે જ્યાં ગરીબ લોકોને બે ટંક ખાવાના પણ ફાંફા પડે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અતિ પછાત એવા દાંતા તાલુકાના અંબાજી પાસે આવેલા કોટેશ્વર અને કુંભારીયા ગામોમા રહેતા ગરીબ પરિવારોને દાંતા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા એક ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે મામલતદાર કચેરી દાંતામાં ફરજ બજાવતા મનસુરી આમીન એસ., રંગરેજ જાવિદ એ. તેમજ મહેસાણીયા રફીક એચ તેમજ ફેન્ડ ગૃપ દ્વારા અંબાજી આસપાસના વિસ્તાર તેમજ કોટેશ્વર આસપાસના વિસ્તાર તથા કુંભારીયા ગામ ના વિસ્તારો મા એક ટાઇમ જમવાની વ્યવસ્થા ન હોય તેવા પરીવારને કરીયાણાની કીટ વિતરણ કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.
રિપોર્ટ : અમીત પટેલ (અંબાજી)