મૌન વ્રત લઈને નવરાત્રીમા આરાધના કરતા ચુંદડીવાળા માતાજીયે આજે આઠમે આરતી ઉતારી

છેલ્લા 76 વર્ષથી અન્ન-જળ વિના જીવન જીવતા પ્રહલાદભાઈ જાની ઉર્ફે ચુંદડીવાળા માતાજી અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પાસે વર્ષોથી રહે છે ,માતાજી મૂળ ચરાડા ગામના વતની છે ,પરંતુ વર્ષોથી માતાજી પોતાના આશ્રમ પર રહી અહી માતાજી ની આરાધના કરે છે તેમને અહી ભક્તિ કરી ઘણી સિદ્ધિઓ મેળવેલ છે,છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા દ્વારા લોકોના મોબાઈલ ઉપર મેસેજ ફરતો હતો કે ચુંદડીવાળા માતાજી અવસાન પામ્યા પરંતુ ચુંદડીવાળા માતાજી નવરાત્રિમાં માતાજીનું અનુષ્ઠાન અને ધ્યાન ધરતા હોઈ એકમથી સાતમ સુધી ગુફામાં રહે છે અને આઠમના રોજ નવચંડી યજ્ઞ કરવા ગુફામાંથી બહાર આવે છે.
આજે ચુંદડીવાળા માતાજી ના આશ્રમ પર આઠમ નિમિત્તે ચુંદડીવાળા માતાજી ગુફામાંથી બહાર આવી નવચંડી યજ્ઞમાં હાજરી આપી હતી આખો દિવસ તેવો હવન મા બેઠા હતા, માતાજી દ્વારા આજે સવારે અને સાંજે આરતી પર ઉતારવામાં આવી હતી. કોરોનાની દહેશતને પગલે અને લોક ડાઉન ને લીધે ભક્તોઆશ્રમ પર આવ્યા ન હતા આજે અમદાવાદ થી જશુભાઇ પટેલ, મેહુલ ભાઈ જાની પ્રકાશભાઇ સોની, કાર્તિકભાઈ સહિત ના ભક્તો યે હાજરી આપી હતી. કોરોનાવાયરસનું ભારત દેશમાંથી નામોનિશાન મટી જાય તે માટે પણ અહી મ ભક્તો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી ચુંદડીવાળા માતાજી એકમ થી નવમ સુધી મૌન વ્રત ધારણ કરે છે.
રિપોર્ટ : અમીત પટેલ (અંબાજી)