અંબાજી મંદિરમાં આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો

લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે સવારે ચાચર ચોકમાં આવેલા હવન શાળામાં મંદિરના ભૂદેવો દ્વારા મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. આ હવનમાં અંબાજી મંદિર તરફથી કોઈ જ અધિકારી યજમાન તરીકે બેઠા ન હતા ,કોરોનાવાયરસ ને કારણે આજે અંબાજી મંદિરમાં માત્ર શાસ્ત્રોક્ત વિધિથી હવન શરૂ કરાયો હતો અને ત્યારબાદ આ હવન ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બપોરે 12:39 ના વિજય મુહૂર્તમાં અંબાજી મંદિરમાં માતાજીના વાઘ પાસે જવેરા ભટ્ટજી મહારાજ દ્વારા લઈને અંબાજી માતાજીને ધરવામાં આવ્યા હતા આજે આખું અંબાજી મંદિર ભક્તો વિના ખાલી ખાલી જોવા મળ્યું હતું.
રિપોર્ટ : અમીત પટેલ (અંબાજી)