નંદાસણમાં લોક ડાઉનમાં આ સાફ કરતાં 4 ડમી પોલીસ ઝડપાયા

નંદાસણમાં લોક ડાઉનમાં આ સાફ કરતાં 4 ડમી પોલીસ ઝડપાયા
Spread the love

દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેથી લોકો ને ઘર ની બહાર નીકળે નહિ તેના માટે દરેક જગ્યાએ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ જવાનોને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે ત્યારે કડી તાલુકાના નંદાસણ ગામમાં સોમવાર ના સાંજે લોકડાઉન નો ફાયદો ઉઠાવી દુકાનદાર ને ધમકાવી હાથફેરો કરતા ચાર નકલી પોલીસ ઝડપાયી ગયી હતી. કડી તાલુકાના નંદાસણ ગામની બેકરી માં લોકડાઉન ના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવાથી ચાર જેટલા ઈસમોએ પોલીસ નું ખોટું નામ ધારણ કરી દુકાનદાર ને ધમકાવી રોકડી કરતા ચાર ઇસમોને નંદાસણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

નંદાસણ ગામની બેકરી ની દુકાનમાં સોમવારની સાંજે આશરે 9 વાગ્યા આસપાસ ચાર જેટલા અજાણ્યા ઈસમો પોલીસ ની ખોટી ઓળખ ધારણ કરી આવી ચડ્યા હતા.દુકાનદાર ને પોલીસ ની ખોટી ઓળખ આપી લોકડાઉન ના સમયમાં ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપી દુકાનદાર ને ગાળો બોલી દુકાનમાંથી ખાણીપીણી ની ચીજવસ્તુ તેમજ દુકાનના કેશ કાઉન્ટરમાંથી રૂપિયા 1600 જેટલા ની તડફંચી કરી હતી.દુકાનદાર ને નકલી પોલીસ બનીને આવેલા ચાર ઈસમો ઉપર શંકા જતા દુકાનદારે નંદાસણ પોલીસ ને જાણ કરવાની ચીમકી ઉચ્ચારતા નકલી પોલીસ બનીને આવેલા ઈસમોએ દુકાનદાર ને ગાળો બોલી લાફામારી દુકાનદાર ઉપર પુરઝડપે ગાડી હંકારી ઇજા પહોંચાડવા પ્રયત્નો કરવાની ફરીયાદ દુકાનદાર સિકંદરખાન અનવરખાન પઠાણે નંદાસણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

નંદાસણ પોલીસ ને પોલીસ નું ખોટું નામ ધારણ કરી લૂંટ ચલાવતા ઈસમો વિશે ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે વિસ્તાર ની ઘેરાબંધી કરી નકલી પોલીસ બનીને આવેલા નાડીયા રાજેશકુમાર બળદેવભાઈ, નાડીયા પ્રવીણભાઈ લક્ષ્મણભાઇ, પટેલ અંકિત કુમાર પ્રવીણભાઈ અને નાડીયા ધર્મેન્દ્ર મહેશભાઈ તમામ રહે.સાંથલ ને ઝડપી લઈ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. નંદાસણ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ નું ખોટું નામ ધારણ કરી દુકાનદાર ઉપર હુમલો કરી તેની લૂંટ તેમજ જિલ્લા કલેકટર ના જાહેરનામા નો ભંગ નો ગુન્હો દાખલ કરી આ ગેંગ બીજે ક્યાંય પણ આવા પ્રકારના ગુનામાં સંડોવાયી છે કે નઈ તેની માહિતી મેળવવામાં લાગી ગયી હતી.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

IMG-20200331-WA0076.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!