કડીમાં રેશનિંગ વિતરણમાં અવ્યવસ્થાની બૂમરાણ : સામાજિક અંતરનો અભાવ

કડીમાં રેશનિંગ વિતરણમાં અવ્યવસ્થાની બૂમરાણ : સામાજિક અંતરનો અભાવ
Spread the love

કડી માં આજે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તમામ સસ્તા અનાજની દુકાનોમાં આજે રેશનકાર્ડ ધારકોને રેશનિંગ જથ્થાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. એ સાથે ઠેરઠેર સસ્તા અનાજની દુકાનોમાં પૂરતી વ્યવસ્થાનો અભાવ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. તેમજ એકબીજા વચ્ચે અંતર રાખવાની વ્યવસ્થા ન કરતા દુકાનોમાં ટોળે વળેલા લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

કડીમાં ચાલુ એપ્રિલ માસના રેશનિંગ જથ્થાનું રેશનકાર્ડ ધારકોને શહેર અને ગ્રામ્ય વિસ્તારની સસ્તા અનાજની દુકાનોમાં સવારથી રેશનકાર્ડ ધારકોને રેશનિંગ જથ્થાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે તમામ રેશનિંગ દુકાનોમાં લોકોની ભારે ભીડ જામી હતી. જો કે હાલ કોરોનાને લઈને ભીડ ન થાય તે માટે તંત્રને રેશનિંગની દુકાનોમાં લોકો વચ્ચે સામાજિક અંતર રાખવાની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી પણ ઘણી જગ્યાએ સામાજિક અંતરની કોઈ વ્યવસ્થા જ દુકાનકારો દ્વારા કરવામાં આવી ન હતી. લોકો એકબીજાની નજીક ભીડમાં ટોળે વળીને ઉભેલા જોવા મળ્યા હતા. સામાજિક અંતરના અભાવે તમામ સ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડતા આ નિયમનું ઉલઘ્ઘન થવાથી લોકો ઉપર જ જોખમ થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ઘણી જગ્યાએ સવારથી આવેલા લોકોને સરકારે નિધારીત કરેલી રાશન સામગ્રીને બદલે અમુક જ રાશન સામગ્રી મળતી હોય તેમજ ઘણા રેશનકાર્ડધારકોને રાશનની સામગ્રી મળી ન હોય તેવી ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને રેશનિંગ વિતરણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પોલીસ અથવા જીઆરડી સહિતના સુરક્ષા કર્મીઓને હાજર રહેવાની પણ તાકીદ કરાઈ હતી. જેમાં કડી શહેર માં આવેલ રેશનકાર્ડધારકોની દુકાનમો માં ભીડ જોવા મળી હતી. સમગ્ર વિસ્તારોમાં લોકોની ભીડ સાથે અવ્યવસ્થા ન સર્જાઈ માટે પુરવઠા નાયબ મામલતદાર રાયકા દ્વારા તાત્કાલિક ધોરણે દરેક ગામમાં જઈ મુલાકાત લઈ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય પગલાં ભરવા સૂચન કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

IMG-20200401-WA0054.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!