નંદાસણ પાસે ટ્રકમાં રાજસ્થાન જઈ રહેલા 74 મજૂરો ઝડપાયા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયી ગયી છે ત્યારે કોરોના વાયરસ ની મહામારી વચ્ચે નંદાસણ પાસેથી તમિલનાડુ થી ટ્રક માં 74 જેટલા મજૂરો ભરી રાજસ્થાન જઈ રહેલી ટ્રક નંદાસણ પોલીસ ના હાથે ઝડપાયી ગયી છે. તમિલનાડુ રાજ્યમાં રાજસ્થાન જિલ્લાના બાડમેર જિલ્લાના 74 જેટલા મજૂરો મજૂરી કામ કરતા હતા.કોરોના ની મહામારી ને નાથવા સમગ્ર દેશમાં 21 દિવસ નું લોકડાઉન આપવામાં આવેલું છે ત્યારે મજૂરો પોતાના વતન રાજસ્થાન જવા નીકળ્યા હતા.જિલ્લા કલેકટર દ્વારા 14 એપ્રિલ સુધીના લોકડાઉન ના સમયગાળામાં લોકો ઘરમાંથી બહાર ન નીકળે તેથી જિલ્લા પોલીસવડાની મદદથી પોલીસ જવાનો અને ડ્રોન કેમેરા ની મદદથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે ત્યારે સોમવારે સાંજે નંદાસણ પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
નંદાસણ નજીક આવેલી ધરતીસતી માતા હોટલ પાસે ઉભેલી ટ્રક ની આજુબાજુ અસંખ્ય મહિલાઓ,બાળકો અને પુરૂષો ઉભા હોવાનું જોતા ટ્રક ચાલક બીસ્નોઇ રઘુનાથરામ ભેરરામની પૂછપરછ કરતા તેણે તેની ટ્રક RJ 04 GB 7017 માં તમિલનાડુ થી 74 જેટલા મજૂરો ભરી રાજસ્થાન જઈ રહ્યા હોવાની વાત સ્વીકારી હતી.તમિલનાડુ થી 1900 કિલોમીટર નું અંતર કાપી 74 મજૂરો ભરેલી ટ્રક ચારરાજ્યોની સીમા પસાર કરી નંદાસણ પોલીસ ના હાથે ઝડપાતા કેવી રીતે પહોંચી તે ચર્ચાનો વિષય બન્યો છે. કડી મામલતદારે રાજસ્થાન ના તમામ 74 જેટલા મજૂરોને નંદાસણ ની હાઈસ્કૂલમાં આશરો આપી તેમના આરોગ્ય ની ચકાસણી કરાવાયી હતી.કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પુષ્પાબેન ભીલ સહિત ના શિક્ષકોએ માનવતાને ધોરણે તેમને લોકડાઉનના સમયગાળા પૂરતી તેમના ભોજન સહિતની સેવાઓ પુરી પાડતા જોવા મળ્યા હતા. નંદાસણ પોલીસે ટ્રક ચાલક બીસ્નોઇ રઘુનાથરામ ભેરરામ ની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)