ખાનગી બેન્કો પણ 3 મહિના સુધી નહી લે લોન EMI

દેશમાં કોરોનાના પ્રકોપને જોતા સરકારી બેન્ક બાદ હવે ખાનગી બેન્કોએ પણ પોતાના ટર્મ લોન ગ્રાહકોના EMI 3 મહિના સુધી ટાળવાની સુવિધા આપી રહી છે. આજે HDFC, ICICI બેન્ક જેવી ઘણી ખાનગી બેન્કોએ પોતાની વેબસાઈટ પર આ વાતની જાહેરાત કરી દીધી છે અને તે વિશે ગાઈડલાઈન પણ જાહેર કરી છે.
EMI 3 મહિના સુધી ટાળશે
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે લોનની EMI 3 મહિના સુધી ટાળવાની રિઝર્વ બેન્ક (RBI) ની જાહેરાત બાદ લોકોને એ વાતની ખૂબ જ રાહ છે કે, તેમની બેન્ક આ વિશે શું સંદેશ આપે છે. મંગળવારને ઘણી સરકારી બેન્ક અને કેટલીક નાણાકિય સંસ્થાઓના મેસેજ પણ ગ્રાહકોને મળી રહ્યા છે. ખાનગી બેન્કોએ બુધવારે આ વિશે જાણકારી આપી હતી.
Axis બેન્ક પણ જલ્દી આપશે સુવિધા
જણાવી દઈએ કે, HDFC બેન્ક, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક જેવી પ્રમુખ બેન્કોએ પોતાના ગ્રાહકોને આ સુવિધા આપવાની જાહેરાત કરી છે. ગ્રાહકોના આ વિશે મેસેજ પણ આવ્યા લાગ્યા છે. જેથી બેન્કે આ પ્રશ્નોના જવાબમાં ગ્રાહકો માટે પૂર્ણ ગાઈડલાઈન પણ જાહેર કરી છે કે, તેનો લાભ કેવી રીતે ઉઠાવી શકો છો. વધુ એક પ્રમુખ બેન્ક એક્સિસે પણ જલ્દી જ આ સુવિધા આપવાની જાહેરાત કરી છે. બેન્કે કહ્યુ છે કે, તેઓ આ મુદ્દા પર કામ કરી રહ્યા છે અને જલ્દી જ ગાઈડલાઈન પણ જાહેર કરશે.
કઈ બેન્કોએ કરી જાહેરાત
અત્યાર સુધીમાં સરકારી ક્ષેત્રના ભારતીય સ્ટેટ બેન્ક, કેનરા બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડ, ઈન્ડિયન બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને આઈડીબીઆઈ બેન્કે લોનની EMI પર મોરાટોરિયમ એટલે કે, 3 મહિના સુધી હપ્તો ન લેવાની જાહેરાત કરી છે. આ રીતે જ ખાનગી ક્ષેત્રની HDFC બેન્ક, ICICI બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક પર જાહેરાત કરી ચૂકી છે.
રિઝર્વ બેન્કે આપી છે છુટ
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે મોદ્રિક નીતિ સમીક્ષા સમય પહેલા જ જાહેર કરતા શુક્રવારે ભારતીય રીઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે, બેન્કને મંજૂરી આપવામાં આવે છે કે, તે ટર્મ લોનના મામલામાં ગ્રાહકોની EMI વસૂલી 3 મહિના સુધી ટાળી દે. આ કરજ વાપસી ન હોવાથી બેન્કને NPA ખાતામાં ન રાખવાની પણ છૂટ આપવામા આવી છે.