મારા સ્તન ઢીલા છે ઉન્નત અને સુડોળ બનાવવા દવા છે?

મારા સ્તન ઢીલા છે ઉન્નત અને સુડોળ બનાવવા દવા છે?
Spread the love

સવાલ
મારી ઉંમર ૪૦વર્ષ છે મારા હસબન્ડ જ્યારે પણ સેક્સ કરે ત્યારે તેમને સ્તનપાન કરવાની આદત છે. ઘણી વખત તેઓ ખૂબ જોરથી દબાવે છે ત્યારે ખૂબ દુખાવો પણ થાય છે. વધુ પડતું સ્તનપાન કરવાને કારણે સ્તન મોટાં અને બેડોળ થઈ ગયાં છે. એવું સાંભળ્યું છે કે મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તનકૅન્સર થાય છે. મને એવું ન થાય એ માટે કંઈ થઈ શકે? ઢીલાં પડી ગયેલાં સ્તનને ઉન્નત અને સુડોળ બનાવવાં દવા હોય તો સૂચવશો.

જવાબ
સૌથી પહેલાં તો તમારે મનમાંથી એ માન્યતા કાઢી નાખવાની જરૂર છે કે પતિ સમાગમ દરમ્યાન તમારાં સ્તન ચૂસે છે એનાથી એ મોટાં અને બેડોળ થઈ ગયાં છે. સ્તનપાન કરવાથી એના આકારમાં કોઈ જ ફરક નથી પડતો. સામાન્ય રીતે ડિલિવરી દરમ્યાન સ્તન ભરાય છે અને જો બાળકને તમે નિયમિત બ્રેસ્ટફીડ કરાવો તેમ જ યોગ્ય માપની બ્રેસિયર પહેરી રાખો તો સમય જતાં એ પાછાં પહેલાં જેવાં સંકોચાય છે.

યોગ્ય સપોર્ટ મળે એવી બ્રેસિયર ન પહેરવામાં આવતી હોય ત્યારે સ્તન લચી પડે છે અને બેડોળ થઈ જાય છે. ઉંમર વધવાની સાથે સ્તનના સ્નાયુઓ પણ ઢીલા પડતા જાય છે. સ્ત્રીઓ યુવાન હોય ત્યારથી જ જો ખોટા ફિટિંગવાળી અને યોગ્ય સપોર્ટ ન મળે એવી બ્રેસિયર પહેરતી હોય તો મસલ્સ વહેલા લચી પડે છે. ખાસ કરીને હેવી બ્રેસ્ટ ધરાવતી સ્ત્રીઓએ નીચેથી સપોર્ટ મળે એવી વધુપડતી ફિટ નહીં અને વધુપડતી ઢીલી નહીં એવી બ્રેસિયર પહેરવી.

મોટાં બ્રેસ્ટવાળી જ નહીં, કોઈ પણ સ્ત્રીએ બ્રેસ્ટ-કૅન્સર બાબતે સાવચેત રહેવું જોઈએ. કૅન્સર પ્રિવેન્શન માટે નિયમિત કસરત કરવી અને લીલાં શાકભાજી તથા ફળો ડાયટમાં નિયમિત લેવાં. દર મહિને એક વાર અરીસા સામે ઊભા રહીને જાતે જ બ્રેસ્ટનું ચેક-અપ કરવું. સ્તનમાં ક્યાંય પણ ગઠ્ઠા જેવું દેખાય, નિપલના રંગમાં ફેરફાર જણાય કે નિપલમાંથી પ્રવાહી નીકળતું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

2.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!