કોરોના વાઈરસની મહામારી વચ્ચે મહેસાણા જિલ્લામાં ડિજિટલ શિક્ષણ

મહેસાણા
મહેસાણા પ્રાથમિક શાળા નં.૩ના ડૉ. મિહિર એન. સોલંકી દ્વારા કોરોના વાઈરસની મહામારી વચ્ચે ડિજિટલ શિક્ષણ કાર્ય કરવાનો એક નવીન અભિગમ અપનાવ્યો છે. ડિજિટલ ઈ-પાઠ દ્વારા રોજ વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. આ ઓનલાઈન સેશનમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરે બેઠાબેઠા જોડાયા છે. ડિજિટલ શિક્ષણ સાથે સાથે કોરોના મહામારીથી સાવચેતી રાખવાનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
આ શિક્ષક દ્વારા લૉક ડાઉના સમયનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકો માટે પણ ઓનલાઈન ફ્રી ICT વર્કશોપ ફોર ડિજિટલ એજ્યુકેશન કરે છે. જેમાં રોજ ૪ વાગે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માં થી ૬૦ થી વધુ શિક્ષકો આ ઓનલાઈન ડિજિટલ વર્કશોપમાં જોડાઈ આ વર્કશોપનો લાભ ઘરે બેઠાબેઠા મેળવે છે. આ વર્કશોપમાં શિખેલા ટોપીકનો ઉપયોગ પોતાની શાળામાં કરે છે.જેનો સીધો લાભ શાળાના વિદ્યાર્થીઓને મળે છે.આ શિક્ષકના નવતર કાર્યની નોંધ IIM અમદાવાદ અને આઈ ટુ વી ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવી છે.
આ શિક્ષક ડિજિટલ શિક્ષણમાં ૫૦ થી વધુ ફ્લેશ ટેસ્ટ, ૨૬ જેટલા ઓનલાઈન ટેસ્ટ, ગૂગલ મેપ, 3D મેપ, ૩૬૦° વ્યૂઝ, AR VR એપ, ઓનલાઈન સર્ટિફિકેટ ટેસ્ટ ( ટેસ્ટ આપે અને સ્કોર સર્ટિફિકેટ મેળવે), ફ્રી આઈસીટી વર્કશોપ અને તેમના દ્વારા ધોરણ ૭ ગુજરાતીની AR Book બનાવી છે જેના દ્વારા વિદ્યાર્થીઓ આ મહામારીના સમયમાં ઘરે બેસી અભ્યાસ કરી શકે. આ શિક્ષકનું ઈનોવેશન ર વખત રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યું છે. તેઓને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક, પી.એન.આર. સોસાયટી ભાવનગર દ્વારા આઈસીટી અવોર્ડ અને રોટરી ક્લબ મહેસાણા દ્વારા સન્માનિત કરવામાં આવેલા છે…..