રાજકોટ પાલિકાને માસ્ક અર્પણ કરતા મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિ. ના શ્રી કેતન મારવાડી

કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેક વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં સ્ટાફને પણ વાઈરસ સંક્રમણ સામે રક્ષણ મળી રહે તેવા આશય સાથે ૧૦,૦૦૦ થ્રી પ્લાય માસ્ક અર્પણ કરતા મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિ. ના શ્રી કેતનભાઈ મારવાડી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)