રાજકોટ શહેર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ટુવ્હીલર પર નહીં જઈ શકાય ડબલ સવારી

કાયદો અને વ્યવસ્થઆની સ્થિતિ જળવાઈ અને લોકડાઉનનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે રાજકોટ પોલીસ ખડેપગે છે. તેવામાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે અત્યંત જરૂરી એવું સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર શહેરમાં એક જ બાઈક કે સ્કુટર પર સવાર થઈ બે વ્યક્તિ નીકળી શકશે નહીં.
આ સિવાય કીટ, ભોજન વિતરણ કરતી સંસ્થાના વાહનો માટે પણ પાસ આપવામાં આવ્યા છે. આ પાસ વિના જો કોઈ રસ્તા પર જતું ઝડપાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. આ ઉપરાંત આજથી શહેરની શેરીઓ અને મહોલ્લામાં ચેકીંગ વધારવામાં આવશે. તેમણે વધુમાં અપીલ કરી હતી કે આ તમામ નિયમોનું પાલન લોકો કરે અને જરૂરી ન હોય ત્યાં સુધી લોકો પણ ઘરમાં જ રહે અને પોલીસને લોકડાઉન જાળવી રાખવામાં સાથ આપે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)