પાલીકાના કમિશનરે સુરત માનવ સેવા સંઘ-છાંયડો સંસ્થાની મુલાકાત લીધી
સુરત મ્યુ.કમિશનરે સુરત માનવ સેવા સંઘ-છાંયડો સંસ્થાની મુલાકાત લઇ ફૂડ પેકેટ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું મ્યુ.કમિશનરે સુરત માનવ સેવા સંઘ-છાંયડો સંસ્થાની મુલાકાત લઇ ફૂડ પેકેટ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સુરત માનવ સેવા સંઘ-છાંયડો સંસ્થા દ્વારા દિવાળીબાગ કોમ્યુનિટી હોલ ખાતે શરૂ કરાયેલ ગરીબ શ્રમિકો તથા જરૂરિયાતમંદોને ભોજન પૂરૂ પાડવા માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે. જેની મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જાતે મુલાકાત લઇ ફૂડ પેકેટ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહ પાસેથી સસ્થાની સેવાકીય કામગીરી અંગે જાણકારી મેળવી હતી અને સિંધી સમાજની બહેનોનો રોટલીની સેવા બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.