બનાસકાંઠામાં જવાનોની સુરક્ષા માટે સેનેટાઈઝર મશીન આવ્યું

બનાસકાંઠામાં જવાનોની સુરક્ષા માટે સેનેટાઈઝર મશીન આવ્યું
Spread the love

દાંતીવાડા: દેશની સીમાઓની રક્ષા કરતા બીએસએફના જવાનો સુરક્ષિત રહે તે માટે દાંતીવાડા ખાતેના બીએસએફ કંપની ગેટ પર સેનેટ રાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સેનેટાઈઝર મશીન બીએસએફના ગેટ પર મુકતા જે પણ લોકો બીએસએફ કેમ્પસમાં પ્રવેશ કરે છે. તે સેનેટાઈઝ થયા બાદ જ કેમ્પમાં પ્રવેશ મેળવી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા સરહદ પર જે બીએસએફના જવાનો દેશની સુરક્ષા કરી રહ્યા છે તેમનો કેમ્પ દાંતીવાડા ખાતે આવેલો છે. દાંતીવાડા કેમ્પ ખાતે કામ વિના અંદર પ્રવેશ પર પ્રતિબંધ છે.

પરંતુ આવશ્યક સેવાઓ તથા કેમ્પમાં કામ અર્થે આવતા જવાનો અને નાગરિકો હવે કેમ્પમાં સેનેટાઈઝ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. યુવાનો દ્વારા શરીર સેનેટાઈઝર મશીન બનાવવામાં આવ્યું છે. સેનેટાઈઝર મશીન કમાનડેન્ટ અલોકસિંગ તેમજ ગાંધીનગર સેકટર હેડક્વાર્ટર દાંતીવાડાના ડી.સી.જી લલન કુમારની હાજરીમાં બી.એસ.એફ ૩૭ બટાલિયનના ગેટ પર મુકવામાં આવ્યું છે. જેમાં ૨૦ સેકન્ડ રોકાયા બાદ શરીર પરના કપડાં સેનેટાઈઝ થયા બાદ કોઈપણ વ્યક્તિને કેમ્પમાં પ્રવેશ આપવામાં આવશે.

132115l.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!