અમદાવાદ : ખાડિયા વિસ્તારની દિકરી પ્રાચિ પ્રજાપતિની મનીબેન્કની રકમ ગરીબ પરિવારોને અર્પણ

વિશ્વ ભરમાં કોરોનાની મહામારી યથાવત જોવા મળી રહી છે ત્યારે ભારત દેશમાં લોક ડાઉનની પરિસ્થતિ નો લોકો સામનો કરી રહ્યા છે. એવામાં અમદાવાદ કોટ વિસ્તારમાં રહેતી ધોરણ ૨માં ભણતી પ્રાચી પ્રજાપતિ નામની બાળકી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશભરમાં લોકડાઉનની વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો પરિસ્થતિ ખૂબ જ કપરી જોવા મળી રહી છે. એવામાં અમદાવાદ નાં કોટ વિસ્તાર માં રહેતી અને મધ્યમ વર્ગના પરિવારની દિકરી પ્રાચી પ્રજાપતિ નામની બાળકી એ તેના એક વર્ષના ૧૦, ૨૦ રૂપિયા એમ ભેગા કરેલા પૈસા દેશના ગરીબોને ભોજન મળી રહે તે હેતુ થી સામાજિક સંસ્થાને તેનો એક વર્ષના મનીબેંકમાં ભેગા કરેલા પૈસા સામાજિક સંસ્થાને આપ્યા.
કોટ વિસ્તાર માં ચાલતી શમાળજી થાવરની પોળ યુવક મંડળ નામની સેવાકીય ટ્રસ્ટ દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે જેને ધ્યાને આવતા આં ધોરણ ૨ માં ભણતી પ્રાચી પ્રજાપતિ એ આ સંસ્થા નો સંપર્ક કર્યો અને તેના એકઠા કરેલા પૈસા ગરીબોને ભોજનમાં વપરાય તે માટે સંસ્થાને અર્પણ કર્યા. આ બે વર્ષ ની બાળકી એક એવો સંદેશો લોકો સુધી પહોંચાડી રહી છે કે ‘સેવા માત્ર પૈસા હોય તો જ ના થઈ શકે સેવા કરવા માટે મનુષ્યમાં માનવતા હોવી ખૂબ જ જરૂરી હોય છે’ અને તેનું ઉત્તમ ઉદાહરણ આ ધોરણ ૨ માં ભણતી પ્રાચી પ્રજાપતિ છે.