જામનગરના છાત્રનું અનોખું યોગદાન !!

- PM મોદીનું ચિત્ર વેચીને વડાપ્રધાન રાહતનિધિ ફંડમાં અર્પણ કરશે તમામ રકમ !
સમગ્ર દેશ આજે કોરોનાની લપેટમાં સપડાઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં અનેકવિધ આ સેવાયજ્ઞ ચાલી રહ્યા છે. જેમાં નાની મોટી સેવાભાવી સેવાભાવી સંસ્થાઓ તેમજ નાના-મોટા દાતાઓ પોતપોતાની રીતે આર્થિક સહયોગ રૂપે આહુતિ આપી રહ્યા છે. ત્યારે મૂળ જામનગરનાં અને હાલ વડોદરા ખાતે અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીએ પણ પોતાની રીતે વડાપ્રધાન રાહત ફંડમાં ફંડમાં બનતું યોગદાન આપવા સુંદર વિચાર કર્યો છે. મૂળ જામનગરનાં અને હાલ વડોદરા ખાતે નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ ફેકલ્ટીમાં એમટેક કરતા ભાવિક જગદીશભાઈ પરમાર નામના નામના પરમાર નામના તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે સાથે પહેલેથી જ પેઈન્ટિંગનો પણ ભારે શોખ ધરાવે છે. અત્યાર સુધીમાં તેમણે અનેક ચિત્રો દોર્યા છે. તે પોતાના કલાના કામણ કેનવાસ પેઇન્ટિંગ પર પાથરી રહ્યો છે. ગત 2016 ના વર્ષમાં તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હુબહુ કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ ચિત્રને તે હાલ સમગ્ર દેશની જનતા સમક્ષ મૂકી રહ્યો છે.
ભાવિકે કહ્યું કે આ ચિત્ર તે વેચવા માંગે છે અને તેનાથી મળનારી તમામ રકમ કોરોના વાયરસને નાથવા માટે કેન્દ્ર સરકારે ખોલેલા વડાપ્રધાન રાહત ફંડમાં આપવા માગે છે. ત્યારે દેશ અને રાજ્યભરની જનતાએ આ યુવાન છાત્રના દેશ પ્રત્યેના લગાવને આગળ ધપાવવા તેમજ પ્રોત્સાહન આપવા માટે પેન્ટિંગના ખરીદવાનો પ્રયાસ કરવામાં આવે કેવી આશા ભાવિક પરમાર વ્યક્ત કરી રહ્યો છે. તેમણે ટેલીફોનિક સંપર્ક દરમિયાન પત્રકાર કશ્યપ જોશીને જણાવ્યું હતું કે આજે દેશમાં કોરોના વાયરસ ના લીધે લીધે સરકારે lockdown અમે બનાવ્યું છે છે બનાવ્યું છે છે. ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગ વર્ગ મધ્યમ વર્ગ પોતપોતાનું ગુજરાન ચલાવવા ભારે હાડમારી ભોગવી રહ્યો છે. આવા સમયે રાજ્ય અને કેન્દ્ર સરકારે રાહત નિધિ ફંડ શરૂ કરીને દેશના દાતાઓને આર્થિક સહયોગ આપવા અપીલ કરી હોવાથી આ વાતમાં ભાવિક પોતે પણ પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે. તેમણે આ રીતે પોતાનું નરેન્દ્ર મોદીનું દોરેલુ કેનવાસ પેન્ટિંગ પ્રજા સમક્ષ મુકીને તેની આવક વડાપ્રધાનના રાહતનિધિ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે છે. ભાવિકના આવા વિચારને જાણી ગયેલા લોકોમાં ભાવિકની સરાહના થઈ રહી છે.
આ માટે વિશેષ જાણકારી માટે લોકો તેમનો મોબાઈલ નંબર 78789 89399 પર સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.
કશ્યપ જોશી (રાજકોટ)