સાબરકાંઠા : પ્રાંતિજના સીતવાડા ગામના જાણીતા લોકસેવક જયેન્દ્રસિંહ એમ. રાઠોડ

સાબરકાંઠા : પ્રાંતિજના સીતવાડા ગામના જાણીતા લોકસેવક જયેન્દ્રસિંહ એમ. રાઠોડ
Spread the love

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના જાણીતા લોકસેવક અને જનસંઘ વખતના સ્વચ્છ ઈમેજી જયેન્દ્રસિંહ એમ રાઠોડ.. તેમને સાંપ્રત સમયમાં ચાલી રહેલા વિશ્વ મહામારી કોરોના રોગના કહેરથી બચવા માટે લોકોને લૉક ડાઉનલોડ ચૂસ્ત અમલ કરવા અને ઘરમાં જ સૂરક્ષિત રહેવા લોકોને અપીલ કરી છે. જયેન્દ્રસિંહ રાઠોડ ભાજપના ચૂસ્ત અને સ્પષ્ટ વક્તા અને અપેક્ષા રહિત સાદું જીવન જીવનારા અને સાબરકાંઠા અને પ્રાંતિજ તાલુકામાં ભાજપની નિતિ રીતી અને ભાજપના પાયા મજબૂત કરનિર એક માત્ર નેતા ગણી શકાય. સાબરકાઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે અને ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના અધ્યક્ષપદે પણ તેમને પ્રસશ્ય સેવાઓ આપી છે.

પોતાના કે પોતાના પરિવારજનો માટે તેમને કયારેય. રાજકારણનો ઉપયોગ કે ક્યાંય ભલામણો કરી હોય એવો એક પણ દાખલો અત્યાર સુધી ક્યાંય જોવા કે સાંભળવા મળ્યો નથી એને જિલ્લા ની જનતા સાક્ષી પુરી. સો સો સલામ આપે છે.એમને સમગ્ર જીવન ભાજપ ને અને સિધ્ધાંતોને સમર્પિત કર્યુ છે અને હાલ પણ અડિખમ પણે સચ્ચાઈ અને પક્ષના સિધ્ધાંતોને વળગી રહી સેવા કરી રહ્યા છે તાલુકા પંચાયતથી માંડી જિલ્લા પંચાયત અને પંચાયૂ પરિષદના ઉચ્ચ હોદ્દા પર રહીને પણ તેમને સેવાઓ જ કરી છે ક્યાંય ડાંગ સુધ્ધો પણ તેમને પડવા દીધો નથી એ રાજકિય જીવનનું તેમનું મોટું જમા પાસું છે. આજે પણ જિલ્લા અને રાજયમાં અસંખ્ય શુભેચ્છકો કાર્યકરોનો મોટો ચાહક વર્ગ તેમના સતત સંપર્કમાં રહી માર્ગદર્શન લઈને ચાલે છે.

તેમનો જન્મ દિવસ હોય કે બેસતુ વર્ષ હોય તેમનો બહોળો ચાહક વર્ગ તેમને મળવા આવે છે તો કેટલાય સિધ્ધાંતવાદી અને ભૃષ્ટાચાર વિહિન જીવન વારા ઉચ્ચ અમલદારો પણ તેમને મળવા પણ માર્ગદર્શન લેવા આવે છે તે આ પ્રાંતિજ તાલુકા અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે ગૌરવની વાત છે આજના આ સમયમાં કે અગાઉના સમયમાં તાલુકા કે જિલ્લા ને રાજ્યમાં રાજકારણમાં સક્રિય કેટલાયે પેઢીઓ સુધી ચાલે એટલું કદાચ ભેગું કરી લીધું હશે પણ સતત રાજકારણમાં સક્રિય અને પાયાથી કામ કરતા આ જ સિત્સબધ્ધ સૈનિકે પોતાનું જીવન સરળ અને એક ધાર્યુ સાદું સૈયમી અને આદર્શ રીતે જીવી રહ્યા છે તેને જનતા સલામ આપે છે અને સાચા સેવકની સરાહના કરે છે સ્નાન નિષેધ આવા કાર્યકરો પણ છે જે પક્ષની મહામૂલી ગણી શકાય. ને આ જે પણ લોકો સહેલાઈથી તેમને મળી શકે છે વાત કરી શકે છે અને માર્ગદર્શન પણ મેળવી શકે છે એવા સાચુકલા સેવાભાવી નેતા ને પ્રજાની સો સો સલામ…

રિપોર્ટ : મનુભાઈ નાયી (પ્રાંતિજ)

Admin

Admin

9909969099
Right Click Disabled!