અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી શરૂ કરવા અંગે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી શરૂ કરવા અંગે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક
Spread the love
  • યાર્ડમાં ટેમ્પરેચર માપક મીટરની વ્યવસ્થા : દરેક વ્યક્તિની ચકાસણી ફરજીયાત
  • હરરાજી દરમિયાન સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવા કલેકટરશ્રીની સૂચના
  • બહારથી આવતા ટ્રકના ડ્રાઇવર તેમજ ક્લીનરનું ફરજીયાત હેલ્થ ચેકઅપ

અમરેલી જિલ્લામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હરરાજી શરૂ કરવા બાબતે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને બજાર સમિતિઓના ચેરમેન તેમજ સેક્રેટરી સાથે મિટિંગ યોજવામાં આવી હતી. હાલ કોરોના વાઇરસના ફેલાવાને ધ્યાનમાં રાખી અનાજ, કઠોળ તેમજ કપાસની હરરાજી શરૂ કરવા માંગતી બજાર સમિતિઓને કલેક્ટરશ્રી દ્વારા અમુક સૂચનાઓ આપવામાં આવી હતી. જે મુજબ જે-તે માર્કેટયાર્ડના ચેરમેન/સેક્રેટરીના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરવાની રહેશે.

જેમાં પ્રતિનિધિ તરીકે ફરજિયાત એમ.બી.બી.એસ. ડોકટરનો સમાવેશ કરવો. જો એમ.બી.બી.એસ. ડોકટર ઉપલબ્ધ ન હોય તો બી.એચ.એ.એમ. ડોકટરનો સમાવેશ કરી નિયમિત કામગીરીની સમીક્ષા કરવાની રહેશે. માર્કેટિંગ યાર્ડમાં આવવા જવા માટે માત્ર એક જ દરવાજાનો ઉપયોગ કરવાનો રહેશે. તથા માર્કેટિંગ યાર્ડમાં આવનાર દરેક વ્યક્તિને માસ્ક પહેરવો ફરજીયાત રહેશે. આવનાર તમામ વ્યક્તિઓના હાથ સેનેટાઈઝરથી સાફ કર્યા બાદ જ પ્રવેશ આપવો. તથા સંસ્થાએ ટેમ્પરેચર માપક મીટરની વ્યવસ્થા કરી દરેક આવનાર વ્યક્તિની આ મિટરથી ચકાસણી પણ કરવાની રહેશે. માર્કેટયાર્ડમાં આવનારા વેપારી, કમીશન એજન્ટ, મજૂરો તથા કર્મચારીઓને બજાર સમિતિ તરફથી વ્યવસ્થાના ભાગરૂપે ઓળખકાર્ડ આપી તેમાં તેમની કામગીરીના સમયનો ઉલ્લેખ કરવાનો રહેશે.

આ સિવાય હરરાજીની કામગીરી શરૂ કરવાની થાય તો બજાર સમિતિ દ્વારા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરી ટોકન પદ્ધતિ અનુસાર ગામ કે જણસી વાઇઝ મર્યાદિત સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ખેડૂતોને બોલાવવા તેમજ હરાજી દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર જળવાય તેવી તકેદારી રાખવી. જે બજાર સમિતિઓમાં રાજ્ય બહારથી માલ મંગાવવા માટે ટ્રક અથવા અન્ય વાહનોની અવરજવર થતી હોય તેવા સંજોગોમાં ટ્રકના ડ્રાઇવર તથા ક્લીનરનું ફરજિયાત હેલ્થ ચેકઅપ કરાવવાનું રહેશે. આ ઉપરાંત મિટિંગમાં યાર્ડ શરૂ કરવા માંગતા ચેરમેન/સેક્રેટરીશ્રીઓને આ માટે જરૂરી તમામ વેપારી, કમિશન એજન્ટો અને મજૂરોની સ્થિતિ ધ્યાને લઇને નિર્ણય કરવા કલેકટર સાહેબ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુમિત ગોહિલ (જિલ્લા માહિતી કચેરી – અમરેલી)

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ
આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.
મો. 94265 55756

IMG-20200414-WA0035-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!