ધાનેરા : ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની લોકોએ પોતાના ઘરમાં જ ઉજવણી કરી

બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે દર વખતે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવે છે અને તે બાદ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જઈ બાબાસાહેબ આંબેડકરને ફુલહાર આરતી તેમજ પુષ્પાંજલિ કરવામાં આવે છે.
આવી રીતે ખૂબ જ ઉત્સાહ સાથે બાબાસાહેબ આંબેડકર ના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે કોરોના કહેર ને લઇ સમગ્ર દેશ લોક ડાઉનલોડ છે ત્યારે લોકોએ લોકડાઉન નું પાલન કરી રહયા છે તો બીજી તરફ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી પણ કરી છે લોકોએ જાહેરમાં ઉજવણી કરવાના બદલે પોતાના ઘરમાં જ બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર પુષ્પાંજલિ તેમજ આરતી ઉતારી ઉજવણી કરી લોકોએ લોકડાઉન ના પાલનની સાથેસાથે બાબાસાહેબ ની જન્મ જયંતી ની ઉજવણી કરી બાબાસાહેબ પ્રત્યે લાગણી દર્શાવી છે.