ધાનેરા : કોરોનાને લઈને લોકોમાં જાગૃતતા આવી લોકો સ્વેચ્છાએ કરી રહ્યા છે લોકડાઉનનું પાલન

કોરોના ને લઇ લોકોમાં ક્યાંકને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોમાં જાગૃતતા પણ આવી છે બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસ પોઝિટિવ આવતા તંત્રની સાથે લોકોએ પણ એલર્ટ બન્યા છે. ધાનેરામાં લોકો સ્વેચ્છાએ પોતાના વિસ્તારને લોકડાઉન કરી રહ્યા છે અને બોર્ડ લગાવી અનધિકૃત વ્યક્તિને વિસ્તાર માટે પ્રતિબંધ મુકવા આવ્યો છે.