અંબાજી સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામા ફોટોગ્રાફરોની હાલત કફોડી
કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતા તમામ ધંધા – રોજગાર ઠપ થઈ ગયા છે . જેમાં અનેક નાના – મોટા . ધંધાર્થીઓને ઘરમાં બેસવાનો વારો આવ્યો છે. તેવામાં સરકારી કાર્યક્રમો કે શુભ પ્રસંગોએ વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરતો વર્ગ પણ મહામારીની ઝપટે ચડતાં હાલત કફોડી બની છે. કોરોના મહામારીના કારણે સમુગ્ર વિશ્વ આર્થિક મંદીમાં સપડાયું છે . જેમાં ખાસ કરીને કોઈની સામે હાથ ન લંબાવી શકનારો મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. જેમના ધંધા – રોજગાર બંધ થઈ જતાં આર્થિક રીતે પડી ભાંગ્યો છે.
મહામારીના કારણે સર્જાયેલાં લોકડાઉન વચ્ચે તમામ સરકારી કાર્યક્રમો કે લગ્ન જેવા શુભ પ્રસંગો તમામ રદ થયા છે, ત્યારે આ પ્રસંગો કે કાર્યક્રમો પર સીધી રીતે મહામારીના કારણે તમામ શુભ પ્રસંગો રદ્ થતાં આર્થિક મુશ્કેલી સરકાર પેકેજ જાહેર કરે ની માંગ નિર્ભર વીડિય – ફોટોગ્રાફરોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. જેના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે સરકારે આ વર્ગ માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ ઊઠી છે . હાલની પરિસ્થિતિને જોતાં આગામી દિવાળી સુધી કોઈ કામ મળે તેવું લાગતું નથી, તેવામાં વિકટ સમયની કઈ રીતે સામનો કરવો તેવી ચિંતા ફોટોગ્રાફરોને સતાવી રહી છે.
આ પરીસ્થીતિ માત્ર એક અંબાજી માજ નહી સમગ્ર બનાસકાંઠા જીલ્લામા જોવા મળી રહી છે. જેમા ખાસ કરી ને એક્સપોઝીંગ કરનારા ફોટોગ્રાફર હોય કે પોતાનો સ્ટુડીયો ચલાવનાર ફોટોગ્રાફર હોય હાલ તમામ ના હાલ બે હાલ છે. ફોટોગ્રાફરો પહેલેથીજ મોટા મોબાઈલોને લઈ પરેશાન છે. . . ત્યારે હાલ મા લગ્ન પ્રસંગો ના ઓર્ડરો કરી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે ત્યારે હાલ કોરોનાની બીમારીને લઈ સતત લોકડાઉનની પરીસ્થિતીમા લગ્ન પ્રસંગો બંધ રહેતા ફોટોગ્રાફરોની દશા દયનીય બની છે. તેમ અંબાજી શહેર ફોટોગ્રાફર એસોશીએસનમા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલે એક મુલાકાત મા જણાવ્યુ હતુ.