હુસેનાબાદમાં ગંદકી દૂર કરાતા વહીવટી તંત્રનો આભાર માનતી હુસેનાબાદ વિકાસ સમિતિ

હુસેનાબાદ વિકાસ સમિતિ, માલીવાડા ગ્રામ પંચાયતના જાગૃત સભ્યો હુસેન દિવાન અને તેમની સમિતિએ હુસેનાબાદ વિસ્તારમાં પુષ્કળ ગંદકીના ઢગ ખડકાઈ ગયા હતા જેનાથી વર્તમાનમાં કૉવીડ-૧૯ કોરોના વાયરસ ની મહામારી સમગ્ર રાષ્ટ્રમાં ફેલાયેલી છે તેને ધ્યાને રાખીને સમિતિએ સરકારી તંત્રમાં ઉચ્ચ કક્ષાએ ઓનલાઇન જાણ કરી ધ્યાન દોરતાં સાબરકાંઠા કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે ગંદકી દૂર કરવા બાબત સતત ધારદાર રજૂઆતો કરતા, આજ રોજ તાલુકા વિકાસ અધિકારી હિંમતનગરની સીધી સુચનાથી માલીવાડાના તલાટીના માર્ગદર્શનમા દર્શાવેલ વિસ્તારોમાં જેસીબી મશીનથી સાફ-સફાઈ કરી ગંદકી દૂર કરવામાં આવેલ.
સાફ-સફાઈની કામગીરી દરમિયાન માલીવાડા સરપંચ, પંચાયતના સદસ્યો પૈકી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પારુલ બેન મકવાણા સાથે વિશાલ ભાઈ વણઝારા, હુસેનાબાદ વોર્ડ નંબર સાત ના સભ્ય ઈકબાલભાઈ મેમણ હાજર રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી સમયે હુસેનાબાદ વિકાસ સમિતિના સક્રિય સભ્યો હુસૈન દિવાન (પત્રકાર) જાફર દિવાન (પત્રકાર) તાજમહંમદ મકરાણી, ફિરોજખાન લુહાર (મુન્નાભાઈ), અહેમદભાઈ, રજાકભાઈ હાજર રહી આભાર વ્યક્ત કરી, સદર વિસ્તારમાં દવાનો છંટકાવ સેનેટાઇઝિંગ અને માસ્ક વિતરણની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તેવી અપેક્ષા કરી છે.