ડાઉનને લઇ પાતળીયાના ખેડૂતની હાલત કફોડી બની

શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી બનાસકાંઠા જીલ્લા ના દાંતા તાલુકામા આવેલુ છે આ દાંતા તાલુકો અતી પછાત તાલુકો હોઈ આ વિસ્તારમા રહેતા લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી છે. દાંતા તાલુકામા પાણી ની સમસ્યા ઉનાળો આવતા જોવા મળી રહી છે આ દાંતા ગામથી પાસે આવેલા પાતળીયા ગામની સીમમા એક ખેડૂતનો પાક તૈયાર હોવા છતાય કોઈ લેવા તૈયાર નથી અને પાલનપુર મંડી મા વેચવા જાય તો 3 રૂપિયા કિલો દીઠ પરવડે તેમ નથી.પાતળીયા ખાતે ખેતર ધરાવતા સિદ્ધાર્થ સિંહ વાઘેલા ખેડૂત એ પોતાના 4 ખેતર મા 25 વીઘા જમીન મા ટામેટા ની ખેતી કરી હતી અને હવે જયારે દેશ અને ગુજરાત મા લોક ડાઉન છે ત્યારે તેમના આ 2000 મણ ટામેટા કોઈ ખરીદવા તૈયાર નથી અને આ કારણે તેમને સરકાર પાસે મદદ માંગી છે કે તમે મને આર્થિક નુકશાન થી બચાવ થાય તે માટે મારા ટામેટા ખરીદો
આ ખેડૂત એ જણાવ્યું હતું કે મેં અંદાજે 5 લાખ નો ખર્ચ કરીને મારા 25 વીઘા ખેતર મા ટામેટા ની ખેતી કરી હતી અને હાલ મારી પાસે 2000 મણ ટામેટા તૈયાર છે પણ મારા ટામેટા કોઈ ખરીદવા કોઈ તૈયાર નથી પાલનપુર મંડી મા આપવા જાઉં તો મને કિલો દીઠ 3 રૂપિયા નો ખર્ચ આવે છે સાથે મારે 25 રૂપિયાની પેટી પણ લાવી ટામેટા પેક કરી દાંતાથી પાલનપુર જાઉં તો મને ભાવ મળે નહીં તો સરકારને મારી વિનંતી છે કે મારા ટામેટા આપ 5 રૂપિયે કિલો લઇ મને ન્યાય આપો અને આ લોક ડાઉનને કારણે અમે ભારે મુસીબતમા આવ્યા છીએ તેમ સિદ્ધાર્થ સિંહ વાઘેલા ખેડૂત એ જણાવ્યુ હતુ.