રાજકોટ જંગલેશ્વરમાં વધુ ત્રણ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

રાજકોટ,
રાજકોટમાં કોરોના માટે સૌથી વધુ સેÂન્સટિવ બની ગયેલા જંગલેશ્વર વિસ્તારમાં આજે વધુ ત્રણ કેસ પોઝિટિવ જાહેર થતા તંત્રમાં દોડધામ થઈ છે. સમગ્ર રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨૧ કેસ કોરોના નોંધાયા છે. તેમાં શહેરના સ્લમ વિસ્તાર એવા માત્ર જંગલેશ્વર વિસ્તારમાં ૧૨ કેસ નોંધાયા છે. જે પૈકી ૧૧ કેસ એપ્રિલના બે સપ્તાહમાં નોંધાયા છે જ્યારે પંદર દિવસથી શહેરના અન્ય વિસ્તારમાં કેસ નોંધાયા નથી. આજે ત્રણ કેસો નોંધાયા તેમાં એક તો ૧૧ દિવસની બાળકીનો સમાવેશ થાય છે.