કોરોનાઃ વડોદરા કોર્પોરેશ દ્વારા જંતુનાશક પાવડર, માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝની ખરીદી

વડોદરા,
વડોદરા શહેરમાં કોરોના મહામારીના કારણે ઉભી થયેલી Âસ્થતિમાં ખાસ તો સ્વચ્છતા સફાઈ માટે જંતુનાશક પાઉડર કોર્પોરેશનના કર્મચારીઓ માટે માસ્ક અને હાથ મોજાની જરૂરિયાતને પહોંચી વળવા માટે તાત્કાલિક ખરીદી કરવી પડી હતી.
કોર્પોરેશને રૂપિયા ૫૧ લાખ ૨૪ હજારનો ખર્ચ આ ખરીદી પાછળ કર્યો છે. કોરોનાની Âસ્થતિમાં કામ કરતા કર્મચારીઓ માટે એક લાખ ૩૨ હજાર માસ્ક તથા ચાર હજાર હાથ મોજા રૂપિયા ૧૩ લાખ ૬૦ હજારના ખર્ચે ખરીદ્યા છે. રોગચાળામાં સફાઈ બાદ જંતુનાશક પાઉડર છાંટવામાં આવે છે. આ પાઉડર સાથે ચુનાનો પાઉડર મિક્સ કરવામાં આવે છે.
શહેરના તમામ વોર્ડની માંગણીના આધારે ચૂનાના પાઉડરની ૫૦૦૦૦ બેગની જરૂર હતી. એક બેગમાં ૨૦ કિલો પાવડર હોય છે. આ પાઉડર રૂપિયા ૧૭.૯૪ લાખના ખર્ચે ખરીદ્યો હતો. આ સિવાય જંતુનાશક મીલેથી ઓનની પણ જરૂર પડી હતી. ૨૫ કિલો વજન ધરાવતી આ પાઉડરની ૪૭૦૦ બેગ રૂપિયા ૧૯ લાખ ૬૪ હજારના ખર્ચે ખરીદી હતી. સ્ટેÂન્ડંગ કમિટીમાં આ માટે મંજૂરી અર્થે દરખાસ્તો રજૂ થઈ છે.