Jass+ હેન્ડ સેનિટાઈઝર નાપાઉચ એક રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ

Jass+ હેન્ડ સેનિટાઈઝર નાપાઉચ એક રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ
Spread the love

અમદાવાદઃ હાલ કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે, ધંધા-રોજગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ છે ત્યારે હેન્ડ સેનિટાઈઝર મહત્ત્વનું અને આવશ્યક પ્રોડક્ટ બની ગયું છે. ગુજરાતની SFP એન્ડ સન્સ ઈન્ડિયા પ્રા.લિ. કંપનીએ ગુજરાત સરકાર તરફથી ખાસ લાઈસન્સ અને પરવાનગી હાંસલ કર્યા બાદ ભરૂચ જિલ્લાના ગજેરા ગામસ્થિત તેના પ્લાન્ટમાં ‘Jass+ હેન્ડ સેનિટાઈઝર’ બનાવવાનું અને વિતરણ કરવાનું શરૂ કર્યું છે.

1992ની સાલથી પરફ્યૂમ, પર્સનલ હાઈજીન અને હોમ કેર બિઝનેસમાં સક્રિય SFP સન્સ કંપની મર્યાદિત શિફ્ટમાં અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તથા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સ (ICMR) સંસ્થાએ નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર હેન્ડ સેનિટાઈઝર બનાવે છે. તમામ પ્રોડક્ટ્સને ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી તરફથી કોરોના વાઈરસ રોગચાળા પ્રતિબંધાત્મક નિયમોને આધીન લાઈસન્સ આપવામાં આવ્યું છે. કંપની ચાર પ્રોડક્ટ બનાવે છે હેન્ડ સેનિટાઈઝર પાઉચ (2ml), સ્ક્વીઝ (5ml), હેન્ડ સેનિટાઈઝર પ્લસ (100ml) અને સેફ્ટી પેક સેનિટાઈઝર (100ml + 135ml). પાઉચ માત્ર એક રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે.

fgh.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!