અમદાવાદમાં કર્ફ્યુનો આજે બીજો દિવસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંકટને પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર દેશમાં લોકડાઉન 3મે સુધી વધારી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૭૧ જેટલા પોઝિટીવ કેસો સામે આવ્યા છે. આ પૈકી કુલ 42 કેસો અમદાવાદના છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. ચુસ્ત નાકાબંધી વચ્ચે દરિયાપુર, કાળુપુર, દાણીલીમડા, જમાલપુર જેવા કોટની અંદરના વિસ્તારોને પતરાં લગાવી બંધ કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં મહિલાઓ માટે કરફ્યુમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી જીવન જરુરી વસ્તુઓ લેવા જવા માટેની છૂટ આપવામાં આવી છે. ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા મધ્યમાં મહિલાઓ મોટી સંખ્યામાં માર્ગો પર જોવા મળી હતી.