મોરબી અને ટંકારામાં પરશુરામ દાદાના જન્મોત્સવ સમારોહ રદ કરાયા

મોરબી, ટંકારા : મોરબીમાં દર વર્ષે શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા યોજાતા ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ સમારોહ કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો છે. મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે સમગ્ર પંથકમાં વસતા તમામ ભૂદેવો દ્વારા શહેરમાં ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા કાઢવામાં આવે છે તથા પરશુરામધામ ખાતે મહાઆરતી કરવામાં આવે છે ત્યારબાદ બધા ભૂદેવો એક સાથે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ દાદાની છત્રછાયામાં મહાપ્રસાદ પણ લે છે. ભૂદેવો માટે ભગવાન પરશુરામનો જન્મોત્સવ સૌથી મોટો પ્રસંગ ગણાય છે. આ વખતે શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી તારીખ ૨૫ એપ્રિલના પરશુરામ જયંતિ ધાર્મિક સમારોહ પ્રસંગનું આયોજન કોરોના રોગની મહામારીના લીધે રદ કરવામાં આવ્યું છે. જેની મોરબીમાં વસતા તમામ ભૂદેવોએ નોંધ લેવા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કેયુરભાઈ પંડ્યાએ યાદીમાં જણાવેલ છે.
આ ઉપરાંત, ટંકારામાં સમસ્ત બ઼હ્મસમાજ દ્વારા દર વર્ષ અખાત્રીજના દિવસે પરશુરામ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરશુરામ દાદાની જન્મ જયતિની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ છે. દરમિયાન હાલમા કોરોનાની મહામારીના કારણે લાગુ કરેલા લોકડાઉનનો અમલ જળવાઈ રહે તે માટે ટંકારા બ઼હ્મસમાજ સંસ્થાના પ્રમુખ હષઁદભાઈ ત્રિવેદી, મહામંત્રી જવાહરભાઈ ઠાકર, ઉપપ઼મુખ રમેશભાઈ ત્રિવેદી, સહમંત્રી નરેન્દૃભાઈ જાની, ખજાનચી રમણીકભાઈ ત્રિવેદી, ગીરીશ પંડયા, ઍડવોકેટ અતુલ ત્રિવેદી, પૂવઁ સરપંચ કાનાભાઈ ત્રિવેદી, યોગેશ રાવલ, જયદીપ જાની, સંસ્થાના મોવડી અમુભાઈ ત્રિવેદી, પંકજભાઈ ત્રિવેદી સહિતનાઓએ આગામી તા. ૨૬ ઍપિ઼લના રોજ પરશુરામ જયંતિ ધામિઁક સમારોહ પ્રસંગનું આયોજન રદ કરવામા આવ્યુ હોવાનુ સંસ્થાના શાસ્ત્રી ભાયલાલ બી.પંડયા અને શાસ્ત્રી મિલન મહારાજે સંયુકત રીતે જણાવ્યુ હતુ.
રીપોર્ટ : જનક રાજા, મોરબી