પ્રાંતિજની ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓને સહાય ચેકનું વિતરણ કરતા પ્રાન્ત અધિકારી શ્રીમતી પઢેરીયા…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની ત્રણેક જેટલી ગૌશાળા ઓ અને પાંજરાપોરની મુલાકાત પ્રાંતિજ તલોદ ના પ્રાન્ત અધિકારી શ્રીમતી સોનલબા પઢેરીયા એ મુલાકાત લીધી હતી.પ્રાતિજ ખાતેની મંગલોદય સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળા અને અન્ય પાજળાપોર પશુ સંસ્થાઓની મુલાકાત શ્રીમતી પઢેરીયા સાથે મામલતદાર ભગોરા.ટી.ડીઓ. નીતીન પટેલ ના્મામલતદાર દિગ્વિજયસિંહ વગેરેએ મુલાકાત અને સરકાર દ્વારા અપાતી સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું. સંસ્થાના સુનીલદાસ મહારાજ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને ઉપસ્થિત તમામનું સ્વાગત એક મીટરમાં રહીને કર્યું હતું.
મનુભાઈ નાયી (પ્રાંતિજ)