આહવા તા.16.4.2020 વધઈ નજીક બિનવારસી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી

આહવા તા.16.4.2020 વધઈ નજીક બિનવારસી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી
Spread the love

ડાંગ જિલ્લાના વધઈ પોલીસ સ્ટેશન માં સુરેશભાઈ શુકકરભાઈ ચૌધરી એ વઘઇ પોલીસ સ્ટેશન માં જાણ કરતા ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી .. અ.મોત નં0004/2020 સી.આર.પી.સી.કલમ-૧૭૪ મુજબ ના કામે એક બિનવારસી અજાણ્યા પુરૂષની લાશ ઉ.વ.આશરે 40 થી 45 વર્ષ તા.16/04/2020 ના રોજ 09-૦૦ કલાકે વઘઇ રેંજ બીટ વઘઇ -1 કંપાર્ટમેન્ટ નંબર 302 ના જંગલ માંથી મળી આવેલ છે. જેના વાલી -વારસોની તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી લાશને વાંસદા ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મુકવા લઇ જવાની તજવીજ હાથ ધરાઈ છે.

મરણ જનાર નો બાંધો પાતળો,વાળનો રંગ કાળો અને લાંબા છે. ચહેરો લંબગોળ,રંગ વર્ણ શ્યામ છે. લાશ અંગે ફોટા તથા આ વર્ણન વાળા પુરૂષની આપના શહેર તથા જિલ્લા/ વિસ્તારમાં ગુમ થયેલ હોય તો રેકર્ડ ઉપર ખાતરી કરી પોલીસ કંટ્રોલ નં ૦૨૬૩૧-૨૨૦૩૨૨/૨૨૦૬૫૮ અને વધઈ પોલીસ સ્ટેશન-૦૨૬૩૧-૨૪૬૨૩૩ ઉપર સંપર્ક કરવા પોલીસ ઇન્સ્પેકટર એસ.જે. રાઠોડ એ જણાવેલ છે.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

IMG-20200416-WA0034.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!