રાજકોટ મ્યુનિ. કમિશનરે મૉર્નિંગ વોક પર નીકળેલા લોકોને ઘર બહાર ન નીકળવા સમજાવ્યા
હાલ લૉકડાઉન ચાલી રહ્યું હોવા છતાં બે દિવસમાં રાજકોટ શહેરમાં કોરોના વાયરસના સાત પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના ફેલાતો અટકાવવા લોકોએ લૉકડાઉનનો પાલન કરવું ફરજિયાત થયું છે. પરંતુ ઘણા લોકો હજી પણ વહેલી સવારે મોર્નિંગ વૉકમાં નીકળી રહ્યા છે. ઘણા લોકો કામ વગર પણ ઘર બહાર નીકળી રહ્યા છે. આવા સમયે સવારે રાજકોટની પરિસ્થિતિ જાણવા ખૂદ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ બાઇક પર સવાર થઈને નીકળ્યા હતા. શહેરના રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારમાં કમિશનર બાઇક લઈ નીકળ્યા હતા. આ દરમિયાન સફાઈ કામદારો પણ કઈ રીતે કામ કરી રહ્યા છે. તેની પણ નોંધ લીધી હતી. ઉપરાંત જે લોકો સવારમાં ઘર બહાર નીકળ્યા હતા. તેમને પણ સમજાવવામાં આવ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)