ટેસ્ટિંગ કીટોને કારણે કોરોના સંક્રમિતોની સાચી સંખ્યા બહાર આવે છે કે શું…..?

ટેસ્ટિંગ કીટોને કારણે કોરોના સંક્રમિતોની સાચી સંખ્યા બહાર આવે છે કે શું…..?
Spread the love

સમગ્ર વિશ્વને ઝડપી ગતિએ ચીનમાંથી પેદા થયેલા વાયરસે પોતાનું રાક્ષસી રૂપ બતાવી દીધું છે. જે વાઇરસે વિશ્વભરના દેશોના માનવ સહિત તેના આર્થિક તંત્રને હિલોળે ચડાવી દીધું છે. વિશ્વના અનેક દેશોમાં મેડિકલ સંસાધનો સુવિધાને કારણે કોરોના ટેસ્ટીગ સંખ્યા વધતી જશે તેમ તેમ દિન-બ-દિન કોરોના સંક્રમિત આક અને મૃત્યુ આંક વધી જશે તેમાં અતિશયોક્તિ નથી…..! કારણ કે આજદિન સુધી કોરોના મારક રસી કે દવા કોઈ પણ દેશના વિજ્ઞાનીઓ શોધી શક્યા નથી જે હકીકત સ્વીકારવી રહી…..!જો કે ગુજરાતના વૈજ્ઞાનિકોને પ્રાથમિક તબક્કે સફળતા મળી છે… હવે તેની દવા- રસી શોધવા માટે સફળતા પણ મળશે જ…. છતાં સમય તો જશે… તે પણ હકીકત છે.

વિશ્વમાં કોરોના ફેલાવા બાબતે ચીન તરફ દરેક દેશો આગળી ચીધવા લાગ્યા છે… તેમાં પણ અમેરિકાએ તો ધમકી પણ આપી દીધી છે પરંતુ અમેરિકામાં ટ્રમ્પ સામે lockdown બાબતે મોટા પ્રમાણમા વિરોધ થઇ ગયો છે… લોકો પણ બહાર આવી પ્રદર્શન કરી રહ્યા છે… ત્યારે ટ્રમ્પની જે અર્થતંત્રને મહત્વ આપવાની નીતિ છે અને માનવીય અભિગમને ખૂણામાં ધકેલી દીધો છે જેને કારણે વિશ્વભરમાં અમેરિકામાં સૌથી વધુ કોરોનાગ્રસ્તો છે અને મૃતાંક પણ સૌથી વધુ છે…..! જે પણ એક હકીકત છે. ત્યારે અગત્યની વાત એ રહી કે જે જે પ્રગતિશીલ દેશો પાસે તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ,ટેસ્ટીગ કીટો સહિત બધીજ સુવિધાઓ હોવા છતાં ત્યાંના લોકો કોરોના બાબતે ગંભીર થયા ન હતા અને પાર્ટીઓ કરવી,જાહેર સ્થળો ઉપર એકઠા થવું વગેરે અનેક બાબતો નડી ગઈ અને એવા દેશોમાંજ કોરોનાગ્રસ્તોની સંખ્યા અને મૃતાક વધુ છે……

વિશ્વના જે તે દેશો પાસે ટેસ્ટીગ કીટો ન હતી તેઓની સરકારોને ધરપત હતી અને થોડા ઘણા ટેસ્ટમાં કોરોના સંક્રમિતો હોવાનું સ્વિકારતા રહ્યા છે… છતાં ત્યાંની સરકારોએ lockdown સહિતના અનેક પગલાં લીધા છે તે પણ હકીકત છે. પરંતુ ધીરેધીરે ટેસ્ટીગ કીટો ઉપલબ્ધ થતાં અને વધુ પ્રમાણમાં ટેસ્ટીગ થતાં કોરોના સંક્રમીતોનો આક દિન-બ-દિન બહાર આવતો ગયો.. જે લોકોમા કોરોના રોગના લક્ષણો જોવા મળતા ન હતા તે લક્ષણો ટેસ્ટીગ કીટ દ્વારા જાણવા મળ્યા તે હકીકત છે.. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા જેવા અનેક દેશોનો સમાવેશ થાય છે.આ ત્રણેય સિવાય અન્ય દેશોમાં આજદિન સુધી કોરોનાગ્રસ્તોનો અને મૃતાક બંને ઊંચા રહ્યા છે… છતાં ભારતમાં જ્યાં સુધી કોરોના ટેસ્ટીગ કીટો આવી નહોતી કે ઓછી હતી અને સ્થાનિક લેવલે ટેસ્ટ પણ વસ્તીની સંખ્યાના પ્રમાણમાં ઓછા થતા હતા….!

છતાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમીતોના કેસો દરરોજ ધીમે ધીમે બહાર આવતા ગયા… કારણ કે ભારતમાં જરૂરી પ્રમાણમા ટેસ્ટીગ કેટો ઉપલબ્ધજ ન હતી…..! ચીનમાંથી કોરોના ટેસ્ટીગ કીટોનો જથ્થો આવી પહોંચ્યો અને જરૂરી રાજ્યોની વધુ પ્રમાણમા ટેસ્ટ કીટો પહોંચાડવામાં આવી તે સાથે ટેસ્ટીગ પ્રક્રિયા પણ વધી ગઈ અને કોરોના સંક્રમીતોના આંકમા મોટો ઉછાળો બહાર આવ્યો… ભારતમાં કોરોનાગ્રસ્તોનો કુલ આંક 17 હજાર 265 આવી ગયો છે. ટેસ્ટીગ વધતા જતા આંક વધતો જશે એ હકીકત છે…..! જૌ કે મૃતાક ઓછો છે જે ભારત માટે સારી નિશાની છે. ઉપરાંત ભારતમાં મોટાભાગના લોકોમાં રોગનો સામનો કરવાની શક્તિ છે… તો સ્થાનિક કેટલીક જરૂરી દવાઓ છે જેને કારણે મૃતાક ઓછો છે… પરંતુ લોકોએ સ્વયં સાવચેતી રાખવી અતિ જરૂરી છે તે પણ જરૂરી છે……!

દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતની હાલત દિન-બ-દિન કોરોના કેસો અંગે ખરાબ થતી જઈ રહી છે. અત્યાર સુધી ટેસ્ટ કીટના અભાવે તમામ બાબતો ચાલતી હતી… પરંતુ ટેસ્ટ કીટોનો જથ્થો આવ્યા બાદ ટેસ્ટ સંખ્યા પણ વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં ગઈ કાલ સવાર સુધીમાં 66896 ટેસ્ટ થયા હતા. ત્યારે ગુજરાતમાં આજે સવાર સુધીમાં કુલ 32,204 ટેસ્ટ કરાયા છે. એટલે કે મહારાષ્ટ્ર કરતા અડધાથી ઓછા અને ગુજરાતમાં 20 એપ્રિલે સવારે 10:30 સુધી માં પોઝિટિવ કેસ 1851 કેસ નોંધાયા છે, જ્યારે મૃતાક કુલ 67 પર પહોંચ્યો છે… પરંતુ કીટ દ્વારા રેસ્ટિંગ શરૂ થતા નવા 108 કેસ નોંધાયા છે. જોકે આ બધા વચ્ચે સારી વાત એ રહી છે કે 106 જેટલા દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદની સ્થિતિ ગંભીર બની રહી છે.

હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટીગ વધતા 1100 થી વધુ કોરોના સંક્રમિત કેસો નોંધાયા છે. રાજ્ય સરકારે સુરત, અમદાવાદ, વડોદરાના કેટલાક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કર્યા છે અને કરફયુ પણ લાદી દેવામાં સાથે ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સમાવવા પણ તકલીફ ઊભી થવા પામી છે….! બીજી તરફ ગ્રીન વિસ્તારોમાં શરતોને આધીન વેપાર-ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે તો hotspot શહેરો છોડીને બહારના વિસ્તારોમાં વિવિધ ઉત્પાદન કરતા કેટલાક નાના- મોટા ઉદ્યોગોને ચાલુ કરવા માટેની છૂટછાટ આપી દીધી છે. ત્યારે કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે જો નીતિ-નિયમોનું પાલન નહી કરમાં આવે તો છૂટછાટ આપવાનું ભારે પડી જઈ શકે છે…..!

વંદે માતરમ્

(જીએનએસ : હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!