TRB જવાનનો શુ વાંક..? કોંગી ધારાસભ્ય ચંદનજી રોફ જમાવી ચમકવા માંગતા હતા..?

કોરોનાની મહામારીમાં પોલીસ કર્મીઓ જીવના જોખમે કામ કરી રહયા છે રાત દિવસ ખડેપગે નિષ્ટ પૂર્વક ફરજ નિભાવી રહયા છે.ત્યારે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર એ.સી કારમાં અને રૂઆબમાં ફરતા પોતની ગરિમા ભૂલી ગયા..!! અને ફરજ નિભાવતા ટીઆરબી જવાનને અભદ્ર શબ્દો બોલી ધમકી આપવા લાાગ્યા હતા. આ ધારાસભ્ય એ ભૂલી ગયા કે એ જવાનો જ આ મહામારીમાં આપણી રક્ષા કરી રહયા છે પણ સત્તાના નશામાં ભાન ભૂલેલા ચંદનજી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ક્યાંયારે કરવામાં આવે.
આ ધારાસભ્ય એ ભૂલી ગયા જેના લોકમત મેળવી આપણે ધારાસભ્ય બન્યા છે તેમની સામે આવો રુઆબ કેટલા અંશે વ્યાજબી ગણાય..? સોશિયલ મીડિયા પર ફરતો વિડીયો ઘણું બધું કહી જાય છે, ધારાસભ્ય આમ જો દાદાગીરી કરતા જોવા મળશે તો પોલીસ કર્મચારીઓના મનોબળ ઉપર કેેેવી અસર થશે..! આવી પ્રવૃત્તિ કરનાર ધારાસભ્યો સામે તત્કાલ કોંગ્રેસ દ્વારા કડક પગલાં લઇ સસપેન્ડ કરવામાં આવે તો ફરી આવો કિસ્સો બનતો અટકી શકશે..? અને હા એવો કોઈ નિયમ નથી કે ધારાસભ્યની ગાડી પોલોસ ચેક ના કરી શકે, તમે ધારાસભ્ય છો તો શું તમારા માટે નિયમો નથી..? શુ તમે ગમે ત્યારે મનમાની કરશો..?
ટીઆરબી જવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કેવા પગલાં આ ધારાસભ્ય ઉપર લેવામાં આવશે..? આ ધારાસભ્યના વર્તન શરમમાં મૂકે તેવી છે. ચંદજી ઠાકોર તમારે તમારી ગરિમાના ભૂલવી જોઈએ આવા સમયે તો તમારે સરકાર સાથે ખભો મિલાવીને જનતાની વેદના સાંભળી તેને વાચા આપવાની હોય જનતાની દરેક મુશકેલીમાં તમારે સાથ આપવાનો હોય, કોરોના સામે ઉભા રહેલા પોલિસ જવાનોની કામગીરીને સહકાર આપવાનો હોય પણ આપ તો પોતના રુઆબમાં જ મસ્ત રહો છો તમેં આ કરેલ દંબગીરી કેટલી યોગ્ય છે તે આપ સારી રિતે જાણો છો..!! જો આપ કોરોના સામે લડતા પોલીસ કર્મીઓનો હોસલો વધારી ના શકો તો કાંઈ નહીં પણ તેમની સામે રોફ જમવાની પણ કોઈ સત્તા નથી..! તમને સત્તા જનતાના કામ કરવા માટે મળી છે નહીં કે દાદાગીરી કરવા, તમે જ જો આવી દાદાગીરી કરશો તો આમ જનતા કોની પાસે આશા રાખશે..?
એક બાજુ જોવા જઈએ તો કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સરકાર સાથે ખભો મિલાવી લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી અમરેલી ખાતે સેવા કરી રહયા છે કોઈ ભૂખ્યું ના સુવે તેની સતત ધાનાણી ચિતા કરી રહયા છે. ચંદનજી ઠાકોર એ ભૂલી ગયા કે સેવા કરવાનો મોકો મળ્યો છે તો સેવા કરીએ, કદાચ આજે કોંગ્રેસની જે કફોળી હાલત છે તેનું મુખ્ય કારણ આવા તુમાખી ભર્યા ચંદનજી ઠાકોર જેવા ધારાસભ્યોના કારણે જ છે….!!? આ ધારાસભ્ય ઉપર ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવે તો એક દાખલો બેસાડી શકાય કે કાયદો દરેક માટે સરખો હોય છે, એ ટીઆરબી જવાનની કામગીરી ખરેખર સરાહનીય છે તેને ઉચ્ચ અધિકારીના નિયમનું પાલન કરી તેને ઇમદનારીથી પોતાની ફરજ નિભાવી અને પણ ફરજ નિભાવવાના ઇનામમા તેને ચંદજી ઠાકોરની ગાળો મળી છતાં પણ આ જવાન પોતાની ફરજ નિભાવી જ રહ્યો હતો સલામ છે આવા જવાનોને જે ઈમાનદારી નિષ્ટા પૂર્વકથી પોતાની ફરજ નીભાવી રહયા છે.
કાર્તિક જાની (ગાંધીનગર)