એક્સપોર્ટ યુનિટો, દુકાનો આજથી શરૂ કરવામાં આવશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સિટી લિમિટ બહાર ૩૫ હજાર કરતા વધુ ઉદ્યોગો શરૂ થયા છે. જ્યારે સવા ત્રણ લાખથી વધુ લેબર કામ કરી રહ્યાં છે, એવું મુખ્ય પ્રધાન કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે જીઆઈડીસી એરિયા પણ ધીમે ધીમે ધમધમવા માંડ્યા છે. ઉદ્યોગોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો ૨૫મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સિટી વિસ્તારમાં આવતા હોય તો તેમને પણ મંજૂરી મળશે. જો કે તે હોટસ્પોટ કે ક્ધટેન્મેન્ટની બહાર હોવા જોઈએ.આવા ઉદ્યોગોએ સરકારમાં અરજી કરવાની રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા બીજો પણ એક મહત્વનો નિર્ણય લેવાયો જે મુજબ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ ૬૬ લાખ જેટલા કુટુંબો દર મહિને રાશનની દુકાનેથી રાશન લે છે. તેમને ૨૫ એપ્રિલથી વ્યક્તિગત સાડા ત્રણ કિલો ઘઉ અને દોઢ કિલો ચોખા વિના મૂલ્યે આપવામાં આવશે.