હું શ્રમ મંત્રાલયમાંથી બોલું છું એવો ફોન આવે તો ચમકતા નહીં

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે દેશભરમાં 20 કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. નોકરી, વેતન, પગાર, પીએફ સંબંધિત ફરિયાદો આ કંટ્રોલ રૂમના મોબાઇલ અને ઇમેઇલ્સ પર નોંધવા જણાવાયું છે. ફરિયાદ પ્રાપ્ત થયા પછી, ફરિયાદ અથવા તે સમસ્યાના સમાધાન માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. અને સૌથી અગત્યનું એ છે કે તમે તમારી કરેલી ફરિયાદના સમાધાનથી સંતોષ થયો છે કે નહીં તે પૂછવા માટે ફોન પણ આવશે. મંત્રાલયના કંટ્રોલ રૂમના નિયમો કહે છે કે દરેક રાજ્યના નોડલ અધિકારીઓ દિવસમાં 5 કોલ કરશે કે તમે કરેલી ફરિયાદના નિવારણથી તમે સંતુષ્ટ થયા છો કે નહીં. તમારી સમસ્યાનો હલ થયો કે નહીં. તેવી જ રીતે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાનના ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) દિવસમાં 3 ફોન કરશે અને પૂછશે કે તમારી સમસ્યાનો હલ થયો કે નહીં. અને પછી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવાર પોતે એક દિવસમાં 5 લોકોને ફોન કરીને પૂછે છે
કે તમારી સમસ્યાના સમાધાનથી તમે ખુશ થયા કે નહીં.ઇમેઇલ નંબર લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યાકંટ્રોલરૂમની જવાબદારી દરેક રાજ્યના મુખ્ય શ્રમ આયુક્ત કમિશ્નરની છે. મોબાઈલ નંબર્સ અને ઇમેઇલ નંબર લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે જેથી જો કોઈની જોબ કોઈ કારણ વગર લેવામાં આવી રહી છે, અથવા વેતન, પગારમાં સમસ્યા હોય, પીએફ નીકાળવામાં મુશ્કેલી આવી રહી છે, તો ઇપીએફઓ, ઇએસઆઈસીને લગતી સમસ્યા હોય તો લોકો અધિકારી સમક્ષ પોતાની વાત રાખી શકે છે.લોકોના રેકોર્ડ રાખવા શરૂ કરી દીધાશ્રમ મંત્રાલયની ગાઇડલાઇનમાં, તમામ મજૂર અને રોજગાર સંબંધિત વિભાગો અને લેબર કમિશનરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ માત્ર ખાદ્ય પુરવઠા અથવા નામનું લિસ્ટ વધે તે માટે જ લોકોની સમસ્યાઓના સમાધાન માટે ડેટા ભેગો ના કરે.
પરંતુ કોરોનાને કારણે લોકોને મુશ્કેલીમાં સુધારો કરો, સહાય કરો. વડા પ્રધાન કચેરી તરફથી પણ માનવતા બતાવતા સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. તેની અસર પણ જોવા મળી છે. હવે ઈપીએફઓએ તેમની સમસ્યાઓ હલ થઈ ચૂકેલી લોકોના રેકોર્ડ રાખવા શરૂ કરી દીધા છે.ઉદાહરણઅરુણાચલ પ્રદેશના અવિનાશ સોનારને પૈસાની જરૂર હતી. જ્યારે તેણે પીએફ પરત ખેંચવાની અરજી કરી ત્યારે ઇપીએફઓએ પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ચાર દિવસની અંદર પીએફના પૈસા તેમના ખાતામાં જમા કરાવ્યા. એ જ રીતે રાજામુન્દ્રી (આંધ્રપ્રદેશ) ના કોમર્થ શ્રીનિવાસા ચક્રવર્તીના ખાતામાં પી.એફ.ના નાણાં એક દિવસમાં આવ્યા. ઇપીએફઓએ આ લોકોની પુષ્ટિ કરવા માટે વિડિઓ અને સંદેશ પર પુષ્ટિ માટે પણ કહ્યું હતું. તેવી જ રીતે, વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી પણ તેમના સંતોષ અંગે પ્રતિક્રિયા માંગવામાં આવી હતી.
જેમ કે છત્તીસગઢના લઘુ ઉદ્યોગ ભારતીએ પીએફ કેસોના ઝડપથી નિકાલ માટે તેમના સભ્યોનો આભાર માનીને એક લાંબો અને વિશાળ પત્ર લખ્યો હતો.10 લાખ લોકોને 3600 કરોડ રૂપિયા આપવામાં આવ્યાશ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસમાં 10 લાખ લોકોને 3600 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેમાં પીએમ કલ્યાણ યોજનાવાળા 6 લાખ લોકોના આશરે 2000 કરોડ પણ શામેલ કર્યા છે. બીજી બાજુ, 100 કર્મચારીઓવાળી કંપનીઓમાં 15,000 રૂપિયાથી ઓછા પગાર વાળા લોકોના પીએફના 24% હિસ્સો સરકાર ચૂકવણી કરી રહી છે. આ સિવાય કંપનીઓને પીએફ કાપવા બાદ તેને સરકાર પાસે જમા કરાવવા માટે 1 મહિનાનો સમય પણ આપે છે. કંટ્રોલ રૂમની સુવિધા પણ એટલા માટે આપવામાં આવી રહી છે જેથી વર્કરની તમામ સમસ્યાનું નિરાકરણ આવી શકે.