હવે જૂની સિરિયલના સ્ટાર્સને વળતર જોઇએ છે

હવે જૂની સિરિયલના સ્ટાર્સને વળતર જોઇએ છે
Spread the love

નવી દિલ્હીઃ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન લોકોનું મનોરંજન કરવા માટે દૂરદર્શન પર 80 અને 90 ના દશકના જૂના શો ફરીથી શરુ કરવામાં આવ્યા છે. જૂના ટીવી શો ના લિસ્ટની વાત કરીએ તો રામાનંદ સાગરની રામાયણથી લઈને બીઆર ચોપડાની મહાભારત અને ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીના ચાણક્ય જેવા કેટલાય શો નો સમાવેશ થાય છે.

આ શો ને શરીથી જબરદસ્ત ટીઆરપી મળી રહી છે. આ ટીવી શો એ અત્યારસુધી ટીઆરપીના તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. તો હવે દૂરદર્શન પર રિલીઝ થયેલા શો ના કેટલાક એક્ટર્સ રોયલ્ટીની ડિમાન્ડ કરી રહ્યા છે. આ વાતને લઈને હવે પ્રોડ્યુસર્સ અને સ્ટાર્સ વચ્ચે ખેંચતાણ શરુ થઈ છે.ટીવી સીરિયલ બુનિયાદમાં મહત્વનો રોલ નિભાવનારી ફેમસ એક્ટ્રેસ પલ્લવી જોશીએ તાજેતરમાં જ રોયલ્ટીને લઈને પોતાની વાત રજૂ કરી છે. પલ્લવીએ જણાવ્યું કે, રોયલ્ટીને લઈને વાત ત્યારે થવી જોઈતી હતી જ્યારે આ શો ઓરિજનલી આવ્યા હતા. આ શો ને બીજીવાર પ્રસારિત કરવા માટે પ્રોડ્યુસર્સને પૈસા મળી રહ્યા છે.

તેમણે આ પ્રોફિટને શેર કરવા જોઈએ. કારણ કે તેઓ આ શો ને રિ-રન કરવા માટે કોઈ એક્સ્ટ્રા કામ નથી કરી રહ્યા. પરંતુ રોયલ્ટી ન હોવાના કારણે કેટલીય વાર એક્ટર્સને એ કામ કરવું પડે છે કે જેઓ તે નથી કરવા ઈચ્છતા. આ પહેલા જ થવું જોઈતું હતું.પલ્લવી જોશીએ કહ્યું કે,ચેનલે કોઈ શો પ્રોડ્યુસ કર્યો નથી અને આ શો ને રિ-રન કરવા માટે પ્રોડ્યુસર્સને કોઈ જ મહેનત કરવી પડી નથી. ત્યારે હવે પ્રોડ્યુસર્સને એકસ્ટ્રા પૈસા મળી રહ્યા છે તો તેમને તેનો કેટલોક ભાગ એક્ટર્સ અને ટેક્નીશિયન્સ સાથે પણ શેર કરવો જોઈએ. ખાસ કરીને એવા સમયમાં કે જ્યારે કેટલાક લોકો પોતાના બાળકોને ભોજન આપવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

pallavijoshi2.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!