કોરોનાનો ટેસ્ટ લેબ 2500થી વધુ રૂપિયા ન લઇ શકે

કોરોનાનો ટેસ્ટ લેબ 2500થી વધુ રૂપિયા ન લઇ શકે
Spread the love

કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધતાં જઇ રહ્યા છે. આ વચ્ચે જો કોઇને શરદી કે ખાંસી હોય તો પણ લોકો ડરી રહ્યાં છે. આ વચ્ચે કોઇ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માગતુ હોય તો પણ લેબના ભારે બિલના કારણે ખચકાટ થવો સ્વાભાવિક છે. પરંતુ હવે તમારે ટેસ્ટ માટે કિંમતની ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે દેશભરમાં કોરોના વાયરસના ટેસ્ટની કિંમતો નક્કી કરી છે.

આટલાથી વધુ રૂપિયા ન લઇ શકે લેબનવા નિયમ અનુસાર કોરોના વાયરસના ટેસ્ટ માટે લેબ 2500થી વધુરૂપિયા ન લઇ શકે. ICMRએ 87 લેબની લિસ્ટ જારી કરી છે જેમાં કોરોના વાયરસનો ટેસ્ટ થશે. ICMR અનુસાર આ લેબ દેશના 15 રાજ્યોમાં સ્થિત છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 20 લેબ છે. તે બાદ તેલંગણામાં 12, દિલ્હીમાં 11, તમિલનાડુમાં 10, હરિયાણામાં 7, પશ્વિમ બંગાળમાં 6, કર્ણાટકમાં 5, ગુજરાતમાં 4, કેરળ, મધ્યપ્રદેશ. પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 2-2 લેબ છે. જ્યારે ઉત્તરાખંડ અને ઓડિશામાં 1-1 લેબ છે.

કોરોનાઉત્તર પ્રદેશ સરકારના પ્રિંસિપલ સેક્રેટરી અમિત મોહન પ્રસાદ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર જો કોઇ લેબે એક ચરણ ટેસિંગ માટે તેનાથી વધુ ફી લીધી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઇએ કે એક ચરણ ટેસ્ટિંગમં એકવારમાં જ વાયરસના સંક્રમણની પુષ્ટિ થઇ જાય છે.ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના આશરે 23,452 નવા કેસ સામે આવી ચુક્યાં છે. તેમાંથી 4,814 લોકો સાજા થઇ ચુક્યાં છે. પરંતુ આ જીવલેણ વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 723 લોકોના મોત થઇ ચુક્યાં છે.

corona-test-1024x683.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!