રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા રાશન કીટનું વિતરણ

વિધવા અપંગ નિરાધાર વ્યક્તિ ઓને જીવન જરૂરિયાતની અનાજના કિટ આપવામાં આવી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનોખ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના રાજપૂત સમાજના અગ્રણીઓ બળવંતસિંહજાડેજા નવા વકતાપુર, વિશ્વપાલસિહ જાડેજા(જાલિયા), જાડેજા ભૂપેન્દ્રસિહ (જાલિયા), જયેન્દ્રસિંહ ઝાલા (નવી મોરી), હાલુસિંહ જાડેજા (વાસેરા), રાજેન્દ્રસિંહ જાડેજા (જાલિયા), ગબ્બરસિંહ ઝાલા (નવી મોરી), ઈન્દ્રસિંહ ઝાલા (નવી મોરી), પ્રવિણસિંહ ઝાલા (નવી મોરી), માનસિંહ જાડેજા (વાસેરા), શૈલેશસિંહ જાડેજા (જાલિયા)વિરેન્દ્રસિંહ જાડેજા (નવા વકતાપુર), દ્વારા પોતાના પંચાયતમાં સમાવિષ્ઠ ગામો જેવા કે જાલીયા,નવી મોરી, વાસેરા,નવા વકતાપુર ગામોમાં વિધવા બહેનો તથા જરૂરિયાત મંદ પરિવારોને રાશન કીટ નું વિતરણ કરાયું હતું. આ કીટમાં ઘઉંનો લોટ, ચા,ખાંડ, મરચું, નાવાનો સાબુ, ધોવાનો સાબુ, ચોખા, તેલ, હળદર, તુવેર દાળ, ધાણા, જીરું સહિતનો સામાન એક સપ્તાહ ચાલે તેટલું સમાન આપવામાં આવ્યું હતું.
સંજય ગાંધી (શામળાજી)
