શાકભાજી વેપારીઓની ગુલાંટ, શાક માર્કેટ ખોલ્યું, લાલચ બુરી બલા હે”
અંબાજી માં શાકમાર્કેટ ત્રીજી મે ના લોકડાઉન સુધી બંધ રાખવાના વેપારીઓ ના નિણઁય બાદ આજે એકાએક અંબાજી માં શાકબજાર ખુલી જતા બજાર માં ભીડ ઉમટી હતી ને ઠેકઠેકાણે શાકભાજી ની લારીઓ સહીત પાથરણા લાગી ગયા હતા જોકે અંબાજી માં શાકમાર્કેટ ના હોલસેલ ના વેપારીઓ કોરોના ની દહેશત ના પગલે શાકબજાર ત્રણ મેં લોકડાઉન સુધી બંધ રાખવાઅંબાજી પોલીસ ને પણ પત્ર પાઠવ્યો હતો જોકે આ દરમિયાન કેટલાક વેપારીઓ પાછળ બારણે શાકભાજી લાવી બજારમાં લોકોને મોંઘા ભાવે વેંચતા હોવાની બુમરાડના પગલે અન્ય વેપારીઓમાં પણ રોષ ફેલાતા બીજા શાકભાજીના વેપારીઓ પણ આજે એકાએક શાકભાજીની દુકાનો ખોલી દીધી હતી.
જોકે ત્રણ દિવસ બાદ શાકબજાર ખુલતા બજાર માં ભીડ થતા અંબાજી પોલીસ તાકીદે બજાર માં પહોંચી લોકો ને સોશ્યિલ ડિસ્ટ્રેન્સ નો ભાન કરાવ્યું હતું ને શાકબાજી ની લારીઓ ઉપર જામેલી ભીડ ને પણ પોલીસે દૂર કરી હતી જોકે આ શાકબાજી હાલમાં પાલનપુર થી લેવામાં આવે છે ને પાલનપુરમાં કોરોનાના પોઝિટિવ કેસો હોવાથી પાલનપુર થી અંબાજી શાકભાજી લાવામાં વેપારીઓ ડર્યા હતા પણ વેપારીઓ માં અંદર અંદરની ખેંચતાણમાં અંબાજીમાં શાકબજાર આજથી પુનઃ ધબકતું થયું હતું.