મેડિકલ પ્રવેશ માટે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટે નિટ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવે એમબીબીએસ, બીડીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ખાનગી નોન-ગ્રાન્ટેબલ, લઘુમતી વ્યાવસાયિક કોલેજોમાં પણ નિટ લાગુ પડશે.. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિટથી તેમના બંધારણીય હકોથી મળેલા અધિકારોનું ઉલ્લંઘન, હનન કરતી નથી. ખાનગી બિન સહાયક લઘુમતી કોલેજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે તે ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે બિન સહાયતાપ્રાપ્ત લઘુમતી સંસ્થાઓમાં પ્રવેશ માટે નિટ ના લીધે તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું નથી.
મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે આ એકમાત્ર રસ્તો
મેડિકલ સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નિટ એટલે કે રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા ફરજિયાત છે. 2016 પહેલાં કે All India Pre Medical Test મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ આપવો પડતો હતો. જેના દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓ એમબીબીએસ, બીડીએસ, એઈમ્સ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકતા હતા. 2016 પછી રાષ્ટ્રીય કક્ષાએ એક જ પરીક્ષા લેવામાં આવી છે. જેથી દેશની બધી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે આ એકમાત્ર રસ્તો છે. નિટની ખાનગી લઘુમતી મેડિકલ કોલેજો વિરોધ કરી રહી છે.
તેમનું કહેવું છે કે બંધારણનો આર્ટિકલ 30 લઘુમતીઓને તેમની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર આપે છે અને બંધારણના આર્ટિકલ 30, ફકરા 50 માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે લઘુમતી સંસ્થાઓ તેમની પસંદગીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે સ્વતંત્ર છે. નિટ ના અમલીકરણ વિરુદ્ધમાં ખાનગી લઘુમતી મેડિકલ કોલેજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે, તે અમારા અધિકારોનું ઉલ્લંઘન થાય છે. હવે, સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે નિટ ના લીધે કોઈપણ લઘુમતી કોલેજના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું નથી.