ધાનેરા : કાચબાઓના જીવ બચાવવા ટેન્કર વડે તળાવ ભરવાની શરૂઆત

- તાત્કાલિક નવો પાણીનો બોર બનાવવા માટે આગેવાનો આગળ આવ્યા
ઉનાળાની શરૂઆત થતા જ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રામપુરા ગામનું તળાવ સુકાઈ જતા 4000 જેટલા કાચબાઓનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે નો અહેવાલ પ્રસારિત થતા જ વહીવટી તંત્ર દોડતું થયું હતું સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી… તો બીજી તરફ સ્થાનિક સંસ્થાઓ દવારા તાત્કાલિક ટેન્કર વડે પાણી મંગાવીને સૂકા ભઠ તળાવમાં પાણી નાખી કાચબાઓને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા છે. ધાનેરા સેવાભાવી સંસ્થાઓ દ્વારા 200 ટેન્કર પાણી તળાવમાં નાખવામાં આવશે…તેમજ ધાનેરાના નાયબ કલેકટરને સિપુ ડેમના પાણી વડે તળાવ ભરી કચબાઓ બચાવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
વહીવટી તંત્ર જાગે તે પહેલાં કાચબાઓને બચાવવા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આગળ આવ્યા છે. ધાનેરા નગર પાલિકાના કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ બળવંત બારોટ અને નગરપાલિકાના એક કોરપરેટર સંકલ્પ કર્યો હતો.. ધાનેરાં શહેરના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો નવો બોર બનાવવા માટે ગ્રામ પંચાયતના સરપંચને 4લાખ ભેગા કરી આપશે.. સિપુ ડેમની પાઇપ લાઇન આ તળાવમાં મુકેલી છે જો વહીવટી તંત્ર દ્વારા સિપુ ડેમનું પાણી તળાવમાં છોડવામાં આવે તો મોટી સંખ્યામાં કાચબાઓનો જીવ બચાવી શકાય છે તે ઉપરાંત રખડતા પશુઓ પણ તળાવના પાણી થી પોતાની તરસ છીપાવી શકે છે.. અત્યારે તો સ્થાનિક સંસ્થાઓ અને આગેવાનો કાચબાઓના જીવ બચાવવા આગળ આવ્યા છે.