સરડોઇમાં રૂ. 2.93 લાખના ખર્ચે તળાવ ઊંડું કરવાનું કામ શરૂ

સરડોઇ : મોડાસા તાલુકાના સરડોઈમાં રૂપિયા બે લાખ ત્રણ હજારના ખર્ચે સિંચાઇ વિભાગ દ્વારા જળસંચય યોજના અંતર્ગત તળાવ ઉંડુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બુધવારે ગ્રામ પંચાયતના સરપંચ અનિલ સિંહ રહેવર, તલાટી કમ મંત્રી પ્રતાપસિંહ સિસોદિયા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો વગેરેની ઉપસ્થિતિમાં ૭૦ હેકટર વિસ્તારમાં પથરાયેલા તળાવને ઊંડું કરવાના કામનું ખાતમુરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિનેશ નાયક (સરડોઇ)