કાળઝાળ ગરમીમાં પેટિયું રળતા શ્રમિકો….

કાળઝાળ ગરમીમાં પેટિયું રળતા શ્રમિકો….
Spread the love
એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ ઉનાળાનો ધોમ ધખતો તાપ. આવામાં શ્રમિકોને હાલત અત્યંત દયનિય છે. કોરોના ને કારણે કામધંધા ઠપ છે. જોકે સેવાભાવી સંસ્થાઓ ભોજન પૂરું પાડી રહી છે. છતાં નવરા બેસવા કરતાં કંઇ કામ કરી પેટિયું રળી રહ્યા છે. હાલ શહેરમાં ગરમાળાની શીંગો ઝાડ પર જોવા મળે છે. નર્સરી તરફતી શ્રમિકોને  આ ગરમાળાની શિગોને ઉતારવાની તેમજ તેના “બી” કાઢવાની કામગીરી કરાવવામાં આવી રહી  છે જેના બદલામાં નક્કી કરેલ કીમત ચુકવવામાં આવે છે. આ “બી” નો ઉપયોગ બિયારણ માટે કરવામાં આવે છે. એક રીતે ગરમાલાનું ઔષધિ તરીકે પણ મહત્વ છે. શહેરમાં ઘણી જગ્યાએ ઝાડ પરથી ગરમાળાનો શીંગો ઊતરતાં એકઠી કરતાં અને તેના “બી” કાઢતા શ્રમિકો જોવા મળી રહ્યા છે. ધોમધખતા તાપમા ઘરમાં રહેતા નસીબદાર લોકો પંખા, કૂલર અને એર કન્ડીશન ની વચ્ચે ટીવી જોતા મોબાઈલ રમતા લોક ડાઉન.માં સમય પસાર કરી રહ્યા છે. ત્યારે ભરબપોરે કાળઝાળ ગરમીમાં પત્થરથી ગરમાળાનો શિગો તોડી “બીજ’ કાઢી પેટિયું રળતા શ્રમિકો જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.
Admin

Admin

9909969099
Right Click Disabled!