અંબાજીમા લોકો જાગૃત બન્યા, સોસાયટી અને મહોલ્લાઑના નાના માર્ગો બંદ કર્યા

શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે હાલ મા સમગ્ર દેશમાં લોક ડાઉન 17 મે સુધી લાગુ છે ત્યારે અંબાજી માતાજી ની કૃપા થી અને ગબ્બર વાળી માતાજી ની કૃપા થી અંબાજી ખાતે એક પણ કોરોના પોઝેટીવ કેસ નોંધાયો નથી પરંતુ સૌથી મોટી ચિંતા ની બાબત એ છે કે દાંતા તાલુકામાં કોરોના વાઇરસ એ દસ્તક આપી છે ત્યારે અંબાજી ના લોકો હવે સજાગ અને જાગૃત બન્યા છે અને આજે અંબાજી ના વિવિધ વિસ્તારોમાં નાના નાના માર્ગો લોકો દ્વારા બંદ કરવામાં આવ્યા હતા. અંબાજી દાંતા તાલુકા મા વસેલું ધામ છે આ તાલુકા મા ત્રણ કોરોના વાઇરસ ના પોઝેટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું હતું અને આ વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં આવે છે જે હાલ રેડ ઝોન મા આવે છે
આ માર્ગો બંદ કર્યા
1, અંબાજી પોલીસ સ્ટેશન થી બાલાજી નગર નો માર્ગ
2, ગ્રામ પંચાયત થી બાલાજી નગર નો માર્ગ
3, ભાટવાસ થઈ મહાદેવીયા ધર્મશાળા તરફ નો માર્ગ
4, રિલાયન્સ પેટ્રોલ પંપ થી રાજેન્દ્ર નગર જવાનો માર્ગ
5, રાજેન્દ્ર નગર થી જય અંબે સોસાયટી તરફ નો માર્ગ
6, સત્યમ સોસાયટી પ્રવેશ દ્વાર આગળ બંદ લગાડવામાં આવ્યું
7, ગબ્બર કન્યા શાળા થી જોગી વાસ જવાનો માર્ગ
8, ગુલઝારી પુરા થી ભિમોના વાસ નો માર્ગ
9, અંબાજી આઠ નંબર અમરત ઓડ ના કંટ્રોલ થી પાણી ની ટાંકી નો માર્ગ
10, ઇન્દિરા કોલોની મા પ્રવેશ વાનો માર્ગ
આમ અંબાજી ના લોકો જાગૃત બન્યા છે ત્યારે પોતાના વિસ્તારો મા આવતા લોકો માટે કડક નિયંત્રણો લાગુ કરતા કોરોના વાઇરસ સામે સજાગ થઈ ગયા છે, આ સિવાય સાંજે 7 થી સવાર ના 7 વાગ્યા સુધી તમામ માર્ગો પર પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.
અંબાજી ની જનતા પોતાના વિસ્તાર મા આવતા લોકો નું લીસ્ટ તૈયાર કરે
હાલ દાંતા સુધી અને બીજી તરફ આબુરોડ સુધી કોરોના વાઇરસ આવી જતા અંબાજી ના લોકો એ પોતાના વિસ્તાર મા આવતા તમામ લોકો નું લીસ્ટ તૈયાર કરવું જોઈએ, રાત્રે કોઈ થેલા ભરીને જતુ હોય કે સામાન લઈ જતું હોય તો પોલીસ ને જાણ કરવી જોઈએ.