દાંતાના ઘરેડામા પતિએ કરી પત્નીની હત્યા, જમાઈ વિરુદ્ધ ગુન્હો નોધાયો

દાંતા દરબારી નગરી તરીકે સમગ્ર ભારતમાં જાણીતી છે અહી દાંતા સ્ટેટ નું રાજ વર્ષો સુધી ચાલ્યું હતું અને હાલ પણ અહી રાજવી પરિવાર વસવાટ કરે છે દાંતા થી નજીક આવેલા ઘરેડા ખાતે રહેતા ખીમા ભાઈ લુંબાભાઈ ડુંગાઇચા એ દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે મારા જમાઈ દ્વારા મારી પુત્રી ની હત્યા કરવામાં આવી છે દાંતા પોલીસ દ્વારા ઘરેડાની સીમમાથી ગમીબેન વાલા ભાઈ ખરાડી નો મૃતદેહ કબ્જે કરી લાશ ને પીએમ માટે મોકલવામાં આવી ને આરોપી વાલા ભાઈ સામે હત્યા નો ગુન્હો નોધવામાં આવ્યો હતો. કવલ રાજસ્થાનનો વાલા ભાઈ સકરા ભાઈ ખરાડી ના લગ્ન ઘરેડા ની ગમી બેન સાથે થયા હતા ત્યારબાદ આરોપી પોતાની પત્ની ને ગમાડતો ન હતો અને બીજા લગ્ન કરવાની વાત કરતો હતો. હાલમાં લોક ડાઉન હોઈ મારી પુત્રી અને જમાઈ મારા ઘરે આવેલા હતા ત્યારબાદ હું અંબાજી હોસ્પિટલ જઈ બીજા દિવસે પરત આવી ઘરે જોયુ તો મારી પુત્રી અને જમાઈ હાજર હતા નહિ.
આથી મે મારી પત્ની મનુબેન ને પૂછતા તેમને જણાવ્યું કે તેવો વિરમ વેરી ગયા છે પણ અહી તપાસ કરતા કોઈ હાજર ન હોવાથી હું ઘરેડા થી વિરમવેરી માર્ગ પર બપોરે 3 વાગે તપાસ કરવા નીકળ્યા બાદ જોયુ તો મોટા દિતા ડુંગર પર ખાખરા ના ઝાડ નીચે મારી પુત્રી નો મૃતદેહ પડ્યો હતો જેના હાથ બાંધેલા હતા અને તેને ગળે ટુંપો આપી મારી નાખેલ હતી. આ બાબતે મે દાંતા પોલીસ સ્ટેશનમાં મારા જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી, ઘટના ની જાણ થતા દાંતા પોલીસ સ્ટેશન ના પી એસ આઈ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી લાશ ને પીએમ માટે મોકલી આપી હતી અને આરોપી જમાઈ વિરુદ્ધ હત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ દાંતા પી એસ આઈ દિલીપ કુમાર કે બ્રહ્મભટ્ટ સાહેબ ચલાવી રહ્યા છે. આમ લોક ડાઉન મા એક પિતા એ પોતાની પુત્રી ગુમાવી દીધી હતી હાલ મા આરોપી જમાઈ ફરાર હોઈ પોલીસ તેને પકડવાના ચક્રો ગતીમાન કર્યા છે.