દાંતા તાલુકાનું ગંગવા ગામ બન્યું ગંદકીનું સામ્રાજ્ય

- “આઝાદી ના વર્ષો બાદ વિકાસ માટે તરસતું ગંગવા ગામ, સ્થાનીક સમસ્યાઓ નો નિકાલ ન આવતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન”
ભારત દેશ આઝાદ થયો આઝાદી બાદ જમ્મુ કાશ્મીર થી લઇ કન્યાકુમારી સુધી રોડ, પાણી અને વીજળી ની સમસ્યાઓ દૂર થઈ હાલ ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે સાથે દેશ નું રોલ મોડેલ ગણાતું ગુજરાત પણ વિશ્વ મા અગ્રેસર રહ્યું છે ત્યારે આજ ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ ગામ એવા ગંગવા મા રોડ ગટર લાઈન અને વિવિધ સમસ્યાઓથી ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે કોઈ જ પગલા ન લેતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે.
ગામ માં ગટર લાઈન અને પાકા રસ્તા તો છે પણ માત્ર કાગળો પર જ
છેલ્લા 2 વરસ થી પંચાયત ના માણસો જોવા આવે છે કે રસ્તા અને ગટર લાઈન કરવાની છે પણ કોઈ જાત ની કામગિરી ચાલુ નથી થતી
ગામ માં ઠેર ઠેર ઉકારડાઓ એ માજા મૂકી છે જ્યાં ગામ લોકો વસવાટ કરી રહયા છે ત્યાં તેમની ગરની બાજુમાજ ઉકરડા અને ઢોર બાંધવામાં આવે છે. દાંતા તાલુકાનું દાંતા ગામ પાસે આવેલું ગંગવા ગામ વિકાસની દ્રષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે આ ગામમાં વિવિધ પ્રકારના સરપંચ અને તલાટી કામગીરી કર્યા બાદ પણ આ ગામની સમસ્યા ઠેરની ઠેર રહી છે ગામના રસ્તાઓ ઉબડ ખાબડ થઇ ગયા છે.
ગામમાં ગંદકીએ માઝા મૂકી છે ગંદકીના કારણે ટાઇફોઇડ મેલેરિયા અને ડેન્ગ્યુ અને કોરોના જેવા રોગો થી કોઈ બીમાર પડે તો તેની જવાબદારી કોની ? આ ગામમાં તલાટી પણ આંખ આડા કાન કરી રહ્યા છે આ ગામમાં રાજકીય નેતાઓ પણ પોતાના વોટ માટે ગ્રામજનો ઉપયોગ કરી પાંચ વર્ષ માટે જતા રહે છે આ ગામની સમસ્યાઓથી ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે આવનારા દિવસોમાં આ બાબતે કાયમી નિકાલ નહી આવે તો ગ્રામજનો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે.
રિપોર્ટ : સાજન ઠાકોર