કડી માર્કેટ યાર્ડમાં ગુટખાનું વેચાણ કરનાર દુકાનદારે સોશિયલ ડીસ્ટન્સીગ ખોરવ્યું

કડી માર્કેટયાર્ડમા કોમલ પ્રોવિઝન સ્ટોરના સંચાલકો ગુટખા પાન બીડીનો બેફામ વેપલો કરી રહ્યા છે. વેપારમા ભાન ભૂલેલ દૂકાનના સંચાલકો કોરોના ને કારણે સોશિયલ ડીસ્ટન્સીગ જાળવવાનુ પણ ભૂલી ગયા છે.લોક ડાઉનનો ગેરફાયદો ઉઠાવી તંત્રની આંખમા ધૂળ નાખીને બેફામ વેપલો કરનાર વેપારીને પોલિસ અને પાલિકાએ લોક ડાઉન દરમિયાન અનેક વખત તાકીદ કરવા છતા કોમલ પ્રોવિઝન સ્ટોરના માલિકો બેફિકર મનફાવે તેમ છાપેલી કિંમતથી વધુ કિંમતે વેચાણ કરી ગ્રાહકોને છેતરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવા છતા તંત્ર આંખ આડા કાન કરે છે.
પ્રોવિઝન સ્ટોર ના સંચાલકો એ સરકારી ગાઈડલાઈન મુજબ પાંચ થી વધારે લોકોને ભેગા નહિ કરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવા નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ગુટખા ના વેચાણમાં પણ લોકડાઉનનો ગેરલાભ ઉઠાવી છાપેલી કિંમત કરતા મનમરજી ના ભાવ ઉપર વેચાણ કરી ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવા છતાં તંત્ર ના પેટનું પાણી પણ હલતું ના હોવાનું જોવા મળ્યું છે.