ધાનેરામાં ગુટકા તેમજ બીડી ખરીદવા માટે લોકોની લાઈન લાગી

લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં પણ ગુટખા બીડી તમાકુ સિગરેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલાં જ આ વસ્તુનું વેચાણ કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે ઠેર ઠેર લોકોની ભીડ જોવા મળે છે ત્યારે વાત કરવામાં આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ની તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ આજે ગુટખા બીડી-સિગરેટ તેમજ તમાકુ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ધાનેરા નગરપાલિકાની સામે જ એક દુકાનમાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા અને લોકો ગુટકા ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા લોકોના ટોળા જોઈ એ ક્યાંકને ક્યાંક સરકારના આદેશનું પાલન ન થતું હોય તેવું જોવા મળ્યું હતું અને ખરીદી કરવા માટે ધોમધખતા તાપમાં પણ લોકો જ લાંબી લાઇન લગાવી હતી અને લાઈનમાં ઊભા રહી ખરીદી કરી હતી પુરુષોની સાથે મહિલાઓ પણ ખરીદી કરવા માટે આવી હતી અને ધોમધખતા તાપમાં લાઈનમાં ઉભા રે ખરીદી કરી હતી.