મહેસાણાના મુલસણ ગામેથી વરિયાળીની આડમાં લઈ જવાતો 8 લાખનો દારૂ ઝડપાયો

મહેસાણા જિલ્લાના લાંગણજ પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીઓની માહિતી આધારે વરિયાળીની બોરીઓની આડમાં સંતાળીને લઈ જવાતો 8 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મહેસાણા જિલ્લામાં દારૂના વેપલા મામલે તાજેતરમાં બનેલી કડી પોલીસ મથક દારૂ કાંડની ઘટના બાદ રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સતત વોચ જોવા મળી છે ત્યારે બુધવારની મોડી રાત્રે મહેસાણાના મુલસણ ગામની સીમમાં દારૂનું કટિંગ કટિંગ કરવામાં આવનાર છે તેવી બાતમી મળતા લાંગણજ પોલીસે દરોડા પાડી એક આઇસર ટ્રક ઝડપી પાડ્યો હતો.
જેમાં વરિયાળીની બોરીઓની પાછળ દારૂની પેટીઓ સંતાળી હોવાની હકીકત સામે આવી હતી તો દારૂનો વેપલો કરતા બુટલેગર બે ભાઈઓ રણજીત અને વિરેન્દ્રસિંહ વાઘેલા ભાગી છૂટ્યા હતા જોકે પોલીસે આઇસર ટ્રક સહિત જુદા જુદા માર્કની 2209 દારૂની બોટલો અને 576 બિયરના ટીન મળી કુલ 8 લાખ ઉપરાંતનો દારૂ નશીલા દ્રવ્યો જપ્ત કર્યા છે તો 83 હજારની કિંમતના કુલ 83 કોથળા ભરેલી વરિયાળીનું જથ્થો અને એક આઇસર ટ્રક સહિત કુલ 12,86,810 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે પ્રોહીબિશનના ગુન્હા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.